Home /News /lifestyle /ટેંગી વટાણા-ટામેટાનું શાક, ભાત સાથે પણ જલસો કરાવશે આ વાનગી

ટેંગી વટાણા-ટામેટાનું શાક, ભાત સાથે પણ જલસો કરાવશે આ વાનગી

શિયાળામાં તાજા વટાણા ભરપૂર માત્રામાં મળે છે. અને તે શરીર માટે ઘણાં ફાયદાકારી પણ હોય છે. આલુમટરનું શાક તો આપણા ઘરે ઘણી વખત બનતું હોય છે પણ આજે વટાણામાંથી એક મસ્ત મજાનું  ટેંગી વટાણા-ટામેટાનું શાક બનાવતા શીખવીશું. જેને તમે વાળેલા પરોઠા કે ભાત સાથે પણ ખાઈ શકો છો. તો નોંધી લો તેની Recipe.

સામગ્રી-

1 કપ વટાણા
4 નંગ ટામેટાં
3 નંગ લીલા મરચાં
1 ચમચી લાલ મરચું
1 ટી સ્પૂન હળદર
2 ચમચી ધાણા પાવડર
1 ચમચી જીરૂં
મીઠું
તેલ જરૂર મુજબ

બનાવવાની રીત-

સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો. જીરૂં તતડે એટલે ટામેટા ઉમેરીને 5 મિનિટ ધીમા તાપે કૂક કરો. પછી તેમાં લીલા વટાણા અને લીલા મરચાં નાખો. બધું બરાબર મિક્ષ કર્યા બાદ તેમાં હળદર અને મીઠું ઉમેરી 5 મિનિટ ધીમા તાપે કૂક કરો. એક વાર ટામેટા અને વટાણા ચઢી ગયેલા લાગે એટલે તેમાં લાલ મરચું, ધાણા પાવડર નાખી બરાબર હલાવીને 2 મિનિટ માટે કૂક કરો. તૈયાર છે ટેંગી વટાણા ટામેટાનું શાક.

આ જ શાકને રસાવાળું બનાવવું હોય તો તેમાં 2 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી ધાણાજીરૂ પાવડર અને જરૂર મુજબ ખાંડ ઉમેરી 5 મિનિટ કૂક કરી લો. તેમાં કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

આ શાકને વાળેલા પરોઠા કે ભાત સાથે ગરમા ગરમ સર્વ કરો.
First published:

Tags: Kitchen, ખોરાક