#કામની વાત: હસ્તમૈથુનની આદતથી લગ્ન બાદ શું પરિવર્તન આવે?

News18 Gujarati
Updated: February 25, 2019, 7:39 PM IST
#કામની વાત: હસ્તમૈથુનની આદતથી લગ્ન બાદ શું પરિવર્તન આવે?

  • Share this:
હસ્તમૈથુનથી લગ્નમાં ખરાબ અસર થાય?

ડૉ. પારસ શાહ (સેકેસોલોજીસ્ટ)

સમસ્યા- મારી ઉંમર 22 વર્ષની છે. બે મહિના પછી મારા લગ્ન છે. મને હસ્તમૈથુન કરવાની દરરોજની આદત છે. તેમાં મારુ વિર્ય ત્રણ દિવસથી બે ટીપાં જેટલું આવે છે. જે એકદમ પાણી જેવું જ હોય છે. મારા હસ્તમૈથુનથી મારા લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી ?

ઉકેલ- હસ્તમૈથુન એક નોર્મલ આદત છે. જે લગભગ દરેક પુરુષના જીવનમાં જોવા મળે છે. હસ્તમૈથુન ઘણીબધી સ્ત્રીઓ પણ માણતી હોય છે. હસ્તમૈથુન થી કોઇ જ ચિતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઇ જ તકલીફ પડશે નહી. કદાચ તમને થશે કે તમે દરરોજ હસ્તમૈથુન કરો છો તે વધારે પડતું કહેવાય અને તેના લીધે તકલીફ ભવિષ્યમાં થઇ શકે? ના વધારે પડતું હસ્તમૈથુન જેવી કોઇ જ વસ્તુ નથી. કોઇ વ્યક્તિ દિવસમાં દરરોજ ચાર કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દરરોજ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ બોલે છે. તો શું પાંચ વર્ષ પછી ચાર કલાક બોલનાર વ્યક્તિની જીભ કમજોર પડી જાય છે? જેમ વધારે બોલવાથી જીભમાં કમજોરી આવતી નથી તે જ રીતે દરરોજ હસ્તમૈથુન કે સેક્સ કરવાથી ઇન્દ્રિયમાં કોઇ જ કમજોરી આવતી નથી.

આ પણ વાંચવું ગમશે#કામની વાત: એક્સરસાઈઝ કરવાથી સેક્સમાં સ્ટેમિના વધે છે?

આ પણ વાંચવું ગમશે- #કામનીવાત EPISODE 20: સહવાસ સમયે પુરુષની ઈન્દ્રિયમાંથી લોહી પણ નીકળી શકે?વિર્ય ચોવીસે કલાક બનતું હોય છે. બે-ચાર દિવસ હસ્તમૈથુનથી દુર રહેશો તો ફરી થી તેની માત્રા વધી જશે અને ઘટ્ટ થઇ જશે આ માટે ચિંતા કરવાની કે કોઇ ડોક્ટરને મલવાની બિલકુલ જરૂર નથી.

આ પણ વાંચવું ગમશે- #કામનીવાત EPISODE 18: લગ્નની પહેલી રાત્રે પત્નીને ક્યાં હાથ લગાવશો?
Published by: Bansari Shah
First published: February 25, 2019, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading