#કામની વાતઃ મારુ વિર્ય 2 ટીપાં જેટલું અને એકદમ પાણી જેવું જ હોય છે

News18 Gujarati
Updated: May 12, 2019, 6:31 PM IST
#કામની વાતઃ મારુ વિર્ય 2 ટીપાં જેટલું અને એકદમ પાણી જેવું જ હોય છે
મારા હસ્તમૈથુનથી મારા લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી ?

મારા હસ્તમૈથુનથી મારા લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી ?

  • Share this:
હસ્તમૈથુનથી લગ્નમાં ખરાબ અસર થાય? જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...

સમસ્યા-  મારી ઉંમર 22 વર્ષની છે. બે મહિના પછી મારા લગ્ન છે. મને હસ્તમૈથુન કરવાની દરરોજની આદત છે. તેમાં મારુ વિર્ય ત્રણ દિવસથી બે ટીપાં જેટલું આવે છે. જે એકદમ પાણી જેવું જ હોય છે. મારા હસ્તમૈથુનથી મારા લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી ?

ઉકેલ- હસ્તમૈથુન એક નોર્મલ આદત છે. જે લગભગ દરેક પુરુષના જીવનમાં જોવા મળે છે. હસ્તમૈથુન ઘણીબધી સ્ત્રીઓ પણ માણતી હોય છે. હસ્તમૈથુન થી કોઇ જ ચિતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઇ જ તકલીફ પડશે નહી. કદાચ તમને થશે કે તમે દરરોજ હસ્તમૈથુન કરો છો તે વધારે પડતું કહેવાય અને તેના લીધે તકલીફ ભવિષ્યમાં થઇ શકે? ના વધારે પડતું હસ્તમૈથુન જેવી કોઇ જ વસ્તુ નથી. કોઇ વ્યક્તિ દિવસમાં દરરોજ ચાર કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દરરોજ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ બોલે છએ તો શું પાંચ વર્ષ પછી ચાર કલાક બોલનાર વ્યક્તિની જીભ કમજોર પડી જાય છે? જેમ વધારે બોલવાથી જીભમાં કમજોરી આવતી નથી તે જ રીતે દરરોજ હસ્તમૈથુન કે સેક્સ કરવાથી ઇન્દ્રિયમાં કોઇ જ કમજોરી આવતી નથી. વિર્ય ચોવીસે કલાક બનતું હોય છે. બે-ચાર દિવસ હસ્તમૈથુનથી દુર રહેશો તો ફરી થી તેની માત્રા વધી જશે અને ઘટ્ટ થઇ જશે આ માટે ચિંતા કરવાની કે કોઇ ડોક્ટરને મલવાની બિલકુલ જરૂર નથી.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
Published by: Bansari Shah
First published: May 12, 2019, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading