ગર્ભાવસ્થામાં મસાજ લેવાનો આ છે મહત્વનો ફાયદો

News18 Gujarati
Updated: May 12, 2019, 6:20 PM IST
ગર્ભાવસ્થામાં મસાજ લેવાનો આ છે મહત્વનો ફાયદો
શરીરના યોગ્ય પોઈન્ટ્સ પર જરૂરી પ્રેશર આપીને મસાજ કરવામાં આવે છે. જેનાથી શરીરમાં બ્લડ સરક્યુલ્શન સારું થાય છે.

શરીરના યોગ્ય પોઈન્ટ્સ પર જરૂરી પ્રેશર આપીને મસાજ કરવામાં આવે છે. જેનાથી શરીરમાં બ્લડ સરક્યુલ્શન સારું થાય છે.

  • Share this:
ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનમાં ખૂબ જ મહત્વનો તબક્કો હોય છે. કારણ કે તેની અંદર બે જીવનો વાસ હોય છે. જ્યારે એક સ્ત્રી એક જીવમાંથી બીજા જીવને જન્મ આપવા જઈ રહી હોય છે ત્યારે તેને પોતાના શરીરની ખાસ કાળજી લેવી જરૂરી છે. ત્યારે આવો જાણીએ ગર્ભાવસ્થામાં મસાજ કરવાથી કેવી રીતે રાહત મળે છે.

ગર્ભાવસ્થામાં સ્ત્રીને નાની મોટી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જેના કારણે એક ગર્ભવતીને તણાવમાંથી પણ પસાર થવું પડે છે. ત્યારે આ અવસ્થામાં મસાજ કરાવતા રહેવું જોઈએ. મસાજ કરવાથી તમારા શરીરને હળવું અને સામાન્ય ડિલિવરી માટે તૈયાર કરી શકાય છે. શરીરના યોગ્ય પોઈન્ટ્સ પર જરૂરી પ્રેશર આપીને મસાજ કરવામાં આવે છે. જેનાથી શરીરમાં બ્લડ સરક્યુલ્શન સારું થાય છે.

#કામની વાતઃ મારે બાળક નથી, તો લસણ-ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે?

જો તમે તમારી સગર્ભાવસ્થાના સાતમા મહિના સુધી પહોંચી ગયા છો, તો તમારા કંમરના ભાગ પર પણ બાળકના વજનના કારણે ઘણો દુખાવો રહેતો હોય છે. ત્યારે ગર્ભવતીને આપેલો હળવો મસાજ તેમને ઘણી જ શાંતિનો અનુભવ કરાવી શકાય છે. જો તમે રોજ મસાજ માટે બહાર ન જઈ શકતા હોવ તો ડૉક્ટરની સલાહ લઈને ઘરના કોઈ મેમ્બર કે પતિ પાસે પણ મસાજ કરાવી શકો છો માટે જઇ શકો છો. તણાવમાં આરામ અને મસાજ કરાવાથી તમને મદદ થઈ શકે છે, જેનાથી તમને ઉંઘ પણ સારી આવશે.

'એલોવેરા જેલ' થી શરીરના દરેક ભાગ પરથી ઓગળવા લાગશે ચરબીના થર

ચાંદીના વાસણને 2 મિનિટમાં ચમકાવતી 3 ટીપ્સતેમજ ગર્ભાવસ્થામાં ઘણી વખત પગમાં સોજાની તકલીફ રહેતી હોય છે. તેનાથી આરામ માટે પગના તળીયે તેલથી મસાજ કરવાથી પણ ઘણી રાહત મળશે.  એક્યુપ્રેશર અનુસાર પગની ઘૂંટી નજીકના કેટલાક પોઇન્ટ્સ શ્રમ પેદા કરે છે, તેથી પગ પર મસાજ કરવા વધુ પ્રેશર ટાળવું.
First published: May 12, 2019, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading