જન્મદિવસના આધારે કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ?

News18 Gujarati
Updated: July 8, 2018, 1:32 PM IST
જન્મદિવસના આધારે કયો પાર્ટનર છે શ્રેષ્ઠ અને કોણ કરશે જીવન બરબાદ?
News18 Gujarati
Updated: July 8, 2018, 1:32 PM IST
જ્યોતિષ શાસ્ત્રમાં અંક જ્યોતિષનું ઘણું મહત્વનું સ્થાન હોય છે. અંક જ્યોતિષ વિવાહ માટે જન્મદિવસના અંકોને જોડવાનું મુખ્ય માને છે કારણ કે, ભવિષ્યમાં તે જોડી વચ્ચેના સંબંધો કેવા રહેશે તેની જાણ થઇ શકે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કઇ જન્મતારીખના દિવસે જન્મેલાં પુરૂષ માટે કઇ સ્ત્રી યોગ્ય સાબિત થઇ શકે. સાથે જ, તમે તે પણ જાણી શકશો કે કઇ જન્મતારીખની સ્ત્રી તમારી માટે પરેશાનીનું કારણ બની શકે છે.

કોઇ પણ વ્યક્તિનો જન્મ નંબર તેમની જન્મ તારીખનો કુલ યોગ હોય છે. જેમ કે, જો કોઇ જન્મદિવસ 17 ઓગસ્ટ 1992 છે તો.. તેમનો જન્મ નંબર 1+7=8  થશે.
જાણો તમારા જન્મઅંક મુજબ યોગ્ય સ્ત્રી કોણ સાબિત થશે…

જન્મઅંકઃ-1

જે પુરૂષનો બર્થ નંબર 1 હોય તો તેમની માટે 1,3,5,7,9 બર્થ નંબરવાળી સ્ત્રીઓનો સંયોગ ઉત્તમ ઉપર જણાવેલ કોઇ પણ બર્થ નંબરવાળી સ્ત્રીની સાથે તેમનું જીવન સુખી, સરળ તો બને જ છે સાથે જ, તેમની વચ્ચે પ્રેમ પણ કાયમ રહે છે. તેનાથી વિપરીત જો 1 અંકવાળાને 2,4,6,8 અંકવાળી યુવતી મળે તો તેમના જીવનમાં ક્લેશ, દુઃખ અને અકારણ વિવાદના યોગ બનેતેમના જીવનમાં હમેશાં કોઇને કોઇ પરેશાની જન્મ લેતી રહે

જન્મઅંકઃ-2
તેમની માટે 1 અને 7 અંકની સ્ત્રી યોગ્ય સાબિત થતી નથી આ બંન્ને મુળાંકો સિવાય કોઇ પણ મૂળાંકની સાથે તેમનું જીવન યોગ્ય રીતે પસાર થાય અને વૈવાહિક જીવન પણ આનંદમય રહે છે.વૈવાહિક જીવનમાં તકલીફોની અવર-જવર ઓછી રહે
Loading...

જન્મઅંકઃ-3
તેમની માટે 3,4 અથવા 5 મૂળાંકવાળી છોકરીઓથી દૂર રહેવું જોઇએ.આ બર્થ નંબરની સ્ત્રીઓ સાથે તેમની ક્યારેય બનતી નથી.આ નંબરની સ્ત્રીઓ સાથે જો તેમના વિવાહ થાય તો તેમના જીવનમાં હમેશાં પરેશાનીઓ અને ઉથલ-પાથલ બની રહે છે.અને તેમનું વૈવાહિક જીવન પણ હમેશાં આ પરેશાનીઓને દૂર કરવામાં જ પસાર થઇ જાય છે.

જન્મઅંકઃ-4
તેમની માટે 2,4 અથવા 5 મૂળાંકવાળી સ્ત્રીઓ ઉત્તમ સાબિત થઇ શકે છે.આ સિવાય કોઇ બીજા અંકવાળી સ્ત્રીઓ તેમના જીવનમાં પરેશાનીઓનું કારણ બની શકે તેવી સંભાવનાઓ છે.વિવાહ 2, 4, અથવા 5 અંકવાળી સ્ત્રીઓની સાથે થાય તો તેમનું જીવન સુખમય વિતિ શકે છે.

જન્મઅંકઃ-5
જેમનો બર્થનંબર 5 હોય તો તેમની 1,2,5,6 અથવા 8 મૂળાંકમાંથી કોઇપણ મૂળાંકની સ્ત્રીની સાથે તેમની જોડી જામી શકે છે.આ સાથે જ બધુ સામાન્ય અને વ્યવસ્થિત રીતે પસાર થાય છે. 5 નંબરવાળા લોકો માટે 3,4,7 અને 9 નંબરવાળી સ્ત્રીઓથી તેમણે હમેશાં દૂરી બનાવીને રાખવી જોઇએ.

જન્મઅંકઃ-6
જે છોકરાઓનો બર્થ નંબર 6 હોય તેમની માટે 1 અથવા 6 મૂળાંકવાળી છોકરીઓ યોગ્ય રહે છે. જોકે, 3,5, 7,8 અથવા 9 મૂળાંકવાળી છોકરીઓની સાથે જીવનમાં ભલે કંઇ યોગ્ય કે વ્યવસ્થિત ન હોય, પરંતુ જીવન સામાન્ય જ રહે છે.6 નંબરવાળા લોકોએ માત્ર 2 અને 4 મૂળાંકવાળી મહિલાઓને પોતાના જીવનમાં લાવતા પહેલાં બે વાર વિચારી લેવું જોઇએ.

જન્મઅંકઃ-7
જેમનો બર્થ નંબર 7 હોય તેવા વ્યક્તિ માટે 2,4 અથવા 7 નંબરની છોકરીઓ જીવનમાં ક્યારેય સહયોગતા નથી આપી શકતીઆ નંબરવાળી સ્ત્રીઓ તેમની માટે દુશ્મન સમાન હોય છે.આ માટે જીવનસાથી બનાવતી સમયે ધ્યાન રાખવું કે જો બર્થ નંબર 1,3,6,5,8 અથવા 9 હોય તો જ તેમનું જીનવ યોગ્ય રીતે પસાર થઇ શકે છે.

જન્મઅંકઃ-8
જેમનો જન્મ મૂળાંક 8 હોય તો તેવા વ્યક્તિ માટે 1,4,8 અથવા 9 મૂળાંકવાળી છોકરીઓની સાથે તેમના સંબંધો આગળ વધારવા નુકસાનકારક સાબિત થઇ શકે છે.8 બર્થ નંબરવાળા લોકો માટે 5,6 અથવા 7 મૂળાંકવાળી છોકરીઓ સૌથી વધારે યોગ્ય રહે છે.આ મૂળાંકોવાળી સ્ત્રીઓ સાથે તેમનું જીવન આનંદમય અને પ્રેમથી પસાર થાય છે.

જન્મઅંકઃ-9
જે પુરૂષનો જન્મ મૂળાંક 9 હોય તેમણે જો 1,2,3,6 અથવા 9 મૂળાંકવાળી સ્ત્રીઓની સાથે જો તેમની જોડી જામી જાય તો તેમની માટે ચાંદી જ ચાંદી થઇ જાય તેવું સમજી લેવું.આ વ્યક્તિઓને 4 અને 8 જન્મ મૂળાંકવાળી સ્ત્રીઓથી થોડું દૂર રહેવું જોઇએ.આ સ્ત્રીઓ તેમના જીવનમાં પરેશાનીનું કારણ બની શકે છે.
First published: July 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...