લવ મેરેજ હોય કે અરેન્જ, લગ્ન પછી તમારે પણ અપનાવવી પડશે આ 4 વાત

News18 Gujarati
Updated: January 21, 2020, 2:00 PM IST
લવ મેરેજ હોય કે અરેન્જ, લગ્ન પછી તમારે પણ અપનાવવી પડશે આ 4 વાત
પ્રતિકાત્મક તસવીર

લગ્ન પછી કોઇને ખોટા સમજવા પહેલા તેમને પૂરી રીતે જાણવાનો પ્રયાસ કરો.

  • Share this:
લવ મેરેજ હોય કે અરેજ મેરેજ, લગ્ન પછી તમારે એડજેસ્ટમેન્ટ તો કરવું જ રહ્યું. કારણ કે લગ્ન પછી તમારે તમારા પતિ સાથે જ નહીં તેના સાથે જોડાયેલા સંબંધો જેમ કે મા-બાપ, પરિવાર સાથે પણ બાકીનું જીવન પસાર કરવાનું હોય છે. અને આજ કારણ છે કે લગ્ન પછીનો શરૂઆતી સમય ખૂબ જ મહત્વનો હોય છે. આ સમયે નકારાત્મકતાને બદલે તમારા જીવનને બેલેન્સ કરવા એક યોગ્ય સકારાત્મક અભિગમ હોવો ખૂબ જરૂરી બની જાય છે. ત્યારે જો તમે હાલમાં જ લગ્ન કર્યા હોય તો આ 4 ટિપ્સ દ્વારા તમારા લગ્ન જીવનને બેલેન્સ રાખી શકો છો.

જાણો અને સમજો
લગ્ન થયા પછી કોઇને ખોટા સમજવા પહેલા તેમને પૂરી રીતે જાણવા અને સમજવાનો પ્રયાસ કરો. જો કોઇ તમારાથી કોઇ ચીડાઇને કે અયોગ્ય રીતે વાત કરે તો જલ્દી જ કોઇ નિર્ણય ના લઇ લો. નવા સંબંધોમાં એકબીજાને સમજવાની વાર લાગી શકે છે. તેમનાથી બદલો કેવી રીતે તેવું વિચારવાના બદલે તેમનું મન કેવી રીતે જીતવું તે અભિગમથી વિચારસરણી બનાવો.

સસારીને પોતાનું સમજો
જેમ તમારી માતા તમને કોઇ વાતે લડે છે તે જ રીતે ક્યારેક તમારી સાસુ પણ લડે તો બહુ મન પર ના લો. તેમની સાથે વધુ સમય વ્યતિત કરો. નવા પરિવારની પસંદ નાપસંદને સમજો. અને તેમની નાની નાની ખુશીઓનું કારણ બનો.

પરિવારની એકતાપરિવારના સભ્યો વચ્ચે મતભેદ ઊભો કરવા બદલે મનમેળ કરાવવા પર ભાર આપો. બધાને પોતાની રાય રાખવાનો મોકો આપો. અને મક્કમતાથી પોતાના વિચારો પણ વ્યક્ત કરો. પણ હા જો નાની વાતમાં પરિવારની એકતા ભાંગતી હોય તો પહેલા વિચારી જુઓ કે શું તે એટલું જરૂરી છે?

પોતાના વ્યવહાર પર ધ્યાન રાખો
બધા જ સારો વ્યવહાર પસંદ કરે છે. વળી તમારો સારો વ્યવહાર તમને તમારા નવા પરિવારથી નજીક લાવશે. વળી જો તમને પરિવારના કોઇ વ્યક્તિથી પ્રશ્ન હોય તો ચોક્કસથી તેને પોતાની મુશ્કેલી કહી વચ્ચેનો રસ્તો શોધો જેથી તમે એકસાથે મળીને આ મામલાને સમાપ્ત કરી શકો. વળી ભૂલો કરવાનું ટાળો.
First published: January 21, 2020, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading