Mangoes Facts: કેરીને ક્યારે પણ ફ્રીઝમાં ન રાખો, સ્વાદ અને સ્વાસ્થ્યને થાય છે નુકસાન, સ્ટોર કરતી વખતે શું ધ્યાન રાખવું

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

કેરીને ફ્રિઝમાં ન રાખવું જ સારું રહેશે. આજે અમે તમને કેરી સાથે જોડાયેલા કેટલાક તથ્યો અને તેની સાથે સંકળાયેલી મૂંઝવણને ખતમ કરીશું. જેથી તમે સારી રીતે કેરી સ્ટોર કરી શકો.

 • Share this:
  Mangoes Facts: લાઈફ સ્ટાઈ ડેસ્કઃ અત્યારની સિઝનમાં માર્કેટમાં કેરીઓના (Mangoes) ઢગલા જોવા મળે છે ત્યારે તમે પણ કેરીને જરૂર પોતાના ઘરે લાવશો. કેટલાક લોકો કેરીઓને બહાર રાખે તો કેટલાક લોકો ફ્રીઝમાં રાખે છે. આવી સ્થિતિમાં તમારે જાણવું જરૂરી છે કે કેરીને ઘરમાં ક્યાં રાખવી યોગ્ય છે. કેરીને સ્ટોર (Mangoes store) કરવા માટે પણ લોકોમાં મૂંઝવણ હંમેશા બની રહે છે.

  મેંગો.ઓર્ગ પ્રમાણે આવું કરવાથી કેરીનું ન્યૂટ્રીશન વેલ્યૂ અને ટેસ્ટ ઉપર અસર પડે છે. એસબીએસમાં પ્રકાશિત ખબર પ્રમાણે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કે કેરીને ફ્રિઝમાં (Mangoes in fridge) ન રાખવું જ સારું રહેશે. આજે અમે તમને કેરી સાથે જોડાયેલા કેટલાક તથ્યો અને તેની સાથે સંકળાયેલી મૂંઝવણને ખતમ કરીશું. જેથી તમે સારી રીતે કેરી સ્ટોર કરી શકો.

  કેરીને ફ્રીઝની બહાર કેમ રાખવી જોઈએ?
  યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની એક રિપોર્ટ પ્રમાણે કેરી અને બાકી બધા રસાળ ફળોને રૂમ ટેમ્પરેટર ઉપર જ રાખવા સારું રહે છે. ફ્રિઝની બહાર સામાન્ય તાપમાન ઉપર રાખવાથી આમા હાજર એન્ટી ઓક્સીડેન્ટ્સ એક્ટિવ રહે છે અને આપણા સ્વાસ્થને અનેક પ્રકારે ફાયદો પહોંચાડે છે. વિશેષજ્ઞ પણ માને છે કે કેરી ઉપરાંત અન્ય ટ્રોપિકલ ફળોને પણ ફ્રિઝમાં રાખવા ન જોઈએ કારણ કે આ ઠંડામાં ખૂબ જ સંવેદનશીલ હોય છે.

  આ પણ વાંચોઃ-વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં અને પછી..

  કેરીને સ્ટોર કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો
  - કેરી જો કાચી હોય તો તેમને ફ્રીઝમાં ક્યારે ન રાખો. આવ કરવાથી તે સારી રીતે નહીં પાકે અને સ્વાદ પણ સારો નહીં આવે
  - જો તમે કેરીને રૂમ ટેમ્પચેર ઉપર પકાવશો તો વધારે મીઠી અને મરમ રહશે અને હેલ્દી પણ વધારે રહેશે.

  આ પણ વાંચોઃ-મોરબીઃ વિચિત્ર અકસ્માતનો live video,ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘૂસી ગયું, લોકોનો આબાદ બચાવ

  આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

  - કેરી જ્યારે પાકી જાય તો તેને વધારે પાકવાની પ્રક્રિયાને ઓછી કરવા માટે ફ્રિઝમાં રાખી શકાય છે
  - સંપૂર્ણ પણે પાકેલી કેરીને 5 દિવસ સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકાય છે
  - જો કેરીને ઝડપી પકાવવી હોય તો તેને રૂમ ટેમ્પરેચરમાં કોઈ પેપર બેગમાં રાખો
  - કેરીને છોલી, કાપીને એક એરટાઈટ કન્ટેનરમાં ફ્રીઝરમાં છ મહિનાસુધી રાખી શકાય  અન્ય ફળને શાકભાજી સાથે ન રાખો કેરી
  અનેક વખત આપણે જગ્યા ન હોવાના કારણે કેરીને અન્ય ફળો અને શાકભાજીની સાથે રાખીએ છીએ. પરંતુ આ યોગ્ય રીત નથી. જો તમે કેરીને આ રીતે રાખશો તો સ્વાદને અંતર આવશે.
  Published by:ankit patel
  First published: