'ઈન્સ્ટન્ટ કેરીનો શ્રીખંડ' બનાવવાની રીત

  • Share this:
    કેરીનો ઈન્સ્ટન્ટ શ્રીખંડ ઘરે બનાવવાની રીત.. બાળકોને ઘરે જ જલસો કરાવો  મેંગો શ્રીખંડનો.

    મેંગો શ્રીખંડ

    સામગ્રી:

     ૧  ૧/૨ કિલો દહીં
    ૫૦૦ ગ્રામ કેસર/હાફૂસ કેરી
    ૪-૫ ટીંપા મેંગો એસેન્સ
    દળેલી ખાંડ જરૂર મુજબ

    રીત:

    • દહીમાંથી પાણી નિતારી, તેને કપડામાં બાંધી, ૭-૮ કલાક લટકાવી રાખવું.

    • એક કેરીને છોલી, તેના ઝીણા ટુકડા કરવા.

    • બાકીની કેરીને છોલી, ઝીણા કાંણાની ચારણીમાં ઘસીને તેનો પલ્પ કાઢવો.

    • દહીમાંથી બધું પાણી નીકળી જાય અને દહીં એકદમ ડ્રાય થઈ જાય એટલે તેને કપડામાંથી કાઢી લેવું.

    • પછી એક વાસણમાં દહીંનો મસ્કો લઈ, તેના જેટલી જ ખાંડ નાંખી, બરાબર મિક્સ કરવું.

    • હવે ઝીણા કાંણાવાળી ચારણીમાં બધો મસ્કો છીણી લેવો.

    • પછી તેમાં કેરીનો પલ્પ અને એસેન્સ નાંખી, ૩-૪ મિનિટ ચમચાથી બરાબર હલાવી, મિક્સ કરવું.

    • ત્યારબાદ તેને ફ્રિજમાં ઠંડો કરવા મુકવો.
      શિખંડ પીરસતી વખતે વાડકીમાં ઉપરથી કેરીના ટુકડા મુકવા.


    નોધ :

    • કેરીના સ્વાદ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી લઈ શકાય.

    • કેરીનો પલ્પ મિક્સરમાં પણ બનાવી શકાય, પરંતુ તેમાં પાણી નાંખવું નહી.

    • વધારે સારો કલર લાવવા તેમાં ચપટી કેસરી/પીળો કલર પણ નાંખી શકાય.

    Published by:Bansari Shah
    First published: