કેરીમાં કુદરતી મીઠાશ હોય છે તે જોતાં, ઘણા લોકો માને છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કેરીનું સેવન કરવું યોગ્ય નથી. જો તમે પણ આવું જ વાત માનો છો તો અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે
ભારતમાં ઉનાળા (Summer)ની ઋતુને કેરી (Mango) ખાવાની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, ઉનાળાની શરૂઆત સાથે જ બજારોમાં કાચી અને પાકેલી કેરીની અનેક જાતો મળવા લાગે છે. ખાસ કરીને લોકો પાકી રસદાર કેરીનો સ્વાદ ચાખવા માટે આખા વર્ષ દરમિયાન ઉનાળાની રાહ જોતા હોય છે. પણ મોટાભાગના લોકો કેરીના પોષક મૂલ્ય (Mangoes nutritional value)થી અજાણ હોય છે.
કેરીમાં કુદરતી મીઠાશ હોય છે તે જોતાં, ઘણા લોકો માને છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કેરીનું સેવન કરવું યોગ્ય નથી. જો તમે પણ આવું જ વાત માનો છો તો અહીં તે અંગે જાણકારી આપવામાં આવી છે.
શું ડાયાબિટીસના રોગીઓ માટે કેરી ખરાબ છે?
કેરીમાંથી શુગર દ્વારા આવતી કેલરી ડાયાબિટીઝના લોકોમાં બ્લડ શુગરમાં વધારો કરી શકે છે. બીજી તરફ કેરીમાં મળી આવતા આવશ્યક વિટામિન્સ અને ખનિજોને અવગણી શકાય નહીં. કેરીમાં ફાઇબર અને વિવિધ એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ફાઇબર બ્લડ શુગર એકંદર અસરને ઘટાડે છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
ફાઇબર તમારા લોહીના પ્રવાહમાં તમારું શરીર જે દરે શર્કરાને શોષી લે છે તે દરને ધીમો કરવા માટે જાણીતું છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન જણાવે છે કે, કેરીના એન્ટિઓક્સિડેન્ટ્સ લોહીમાં શર્કરાના વધતા સ્તર સાથે સંકળાયેલ સ્ટ્રેસને ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દીઓએ શું જાણવું જરૂરી?
હવે પછીની સૌથી અગત્યની બાબત ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) છે. આહારને બ્લડ શુગર પર તેની અસર મુજબ ક્રમ આપવા GI નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં 0-100 સુધીનો સ્કેલ હોય છે, જેમાં 55 કે તેથી ઓછાને નીચું તથા 56-69ને મધ્યમ અને 70 અને તેનાથી વધુ ઊંચું ગણવામાં આવે છે. અહેવાલ મુજબ કેરીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 51 છે, જેથી કેરી ટેક્નિકલ રીતે તેને નીચા GI ફૂડ તરીકે વર્ગીકૃત થાય છે.
આ કારણથી બ્લડ સુગરની સમસ્યા ધરાવતા લોકો કેરીનું સેવન કરી શકે છે. જો કે, ડાયાબિટીસ હોવાને કારણે દિવસમાં કેરીની એક કે બે સ્લાઇસથી વધુ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. સલાડમાં સ્લાઇસ ઉમેરી શકો છો, પરંતુ હંમેશાં પ્રિ-મીલ સુગર લેવલ રીડિંગને ચકાસીને ખાવી. બધું બરાબર હોય તો તમે તમારા ભોજનમાં કેરી ઉમેરી શકો છો. વળી, જમ્યા પછી ટેસ્ટ કરી લેવો હિતાવહ છે. ટેસ્ટ કરવાથી કેરીની સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ તેનો ખ્યાલ આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર