Skin care: કેરીની છાલથી ત્વચાની સમસ્યાઓ થશે દૂર, જાણો ઉપયોગ કરવાની રીત અને તેનાં ફાયદા
Skin care: કેરીની છાલથી ત્વચાની સમસ્યાઓ થશે દૂર, જાણો ઉપયોગ કરવાની રીત અને તેનાં ફાયદા
કેરીની છાલનો ઉપયોગ કરો સ્કિન કેર માટે
Mango Peel For Skin: કેરીની છાલ બેદાગ અને ચળકતી ત્વચા (Skin Care) માટે મદદરૂપ થાય છે. પણ સ્કિન કેર (Beauty Tips) માટે કેરીની છાલનો બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે. તે ત્વચાને તંદુરસ્ત રાખવા માટે શ્રેષ્ઠ પરિણામો આપી શકે છે. અહીં કેરીની છાલના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવવો તે અંગે જાણકારી આપવામાં આવી છે.
કેરી (Mango)ની સિઝન પૂરબહારમાં ખીલી છે. મોટાભાગના ઘરોમાં કેરી અથવા કેરીનો રસનો આસ્વાદ માણવામાં આવી રહ્યો છે. આ સાથે બજારો પણ કેરીની આવકથી ઉભરાઈ છે. નાના બાળકોથી મોટેરાઓને દાઢે લાગતી કેરી સ્વાસ્થ્યને અઢળક ફાયદા કરે છે. તેમાં શરીરને જરૂરી અનેક પોષકતત્વો હોય છે, આ ઉપરાંત કેરી સાથે કેરીની છાલ પણ સ્વાસ્થ્ય (Health benefits of Mango peel) માટે ખૂબ જ ફાયદાકારક છે.
કેરીની છાલ બેદાગ અને ચળકતી ત્વચા (Mango peel for skin care) માટે મદદરૂપ થાય છે. પણ સ્કિન કેર માટે કેરીની છાલનો બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે. તે ત્વચાને તંદુરસ્ત રાખવા માટે શ્રેષ્ઠ પરિણામો આપી શકે છે. અહીં કેરીની છાલના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવવો તે અંગે જાણકારી આપવામાં આવી છે.
રોમ છિદ્રો ખોલે
ચહેરા પર આવતી ધૂળ અને તેલ રોમ છિદ્રોને બંધ કરી દે છે. આવી સ્થિતિમાં ખીલ કે પિંપલ્સ થાય છે. જેથી રોમ છિદ્રો સાફ કરીને તેને ટાઇટ કરવા તમે કેરીની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેરીની છાલને ફ્રિજમાં મૂકી દો અને પછી તેને બહાર કાઢીને ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી ચહેરા પર રહેલા ખીલ પણ ઓછા થશે.
ત્વચામાં ટેનીંગ અટકાવે
ઉનાળામાં સ્કિન ટેન થતી હોય છે, પરંતુ આ તકલીફ વધે તો સ્કિન ડેમેજ દેખાવા લાગે છે. આ માટે તમે કેરીની છાલનું પેક લગાવી શકો છો. પહેલા કેરીની છાલને બ્લેન્ડ કરીને તેમાં દહીં ઉમેરો. આ પેસ્ટ પાતળી રહે તેનું ધ્યાન રાખો અને પછી તેને ચહેરા અને હાથ પર લગાવો. કેરીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને અંદરથી રિપેર કરવાનું કામ કરશે.
ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા માટે તમે કેરીની છાલ અને મધનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેરીની છાલ પર થોડું મધ નાખી દો. હવે તેને ચહેરા પર મસાજ કરો. મસાજ હળવા હાથે કરવું હિતાવહ છે. આટલું કર્યાના થોડા દિવસોમાં જ તમે તફાવત જોઈ શકશો.
કેરીની છાલમાં ત્વચાને સાફ કરવાના ગુણ હોય છે. તે અકાળે આવતી કરચલીઓને દૂર કરે છે. જોકે તે એક કુદરતી પ્રક્રિયા છે અને તેને રોકી શકાતી નથી, પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે. ફ્રી રેડિકલ્સ, એર પોલ્યુશન, સ્ટ્રેસના કારણે ચહેરા પર કરચલીઓ પડે છે. જેનાથી બચવા કેરીની છાલથી બનેલી પેસ્ટ બનાવીને ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર