શું તમે જાણો કે 'આમ પાપડ' બનાવવામાં શું વપરાય છે?

 • Share this:
  આમ પાપડ બનાવવા માટેની સામગ્રી :

  પાકી કેરી ૩ નંગ
  ખાંડ 3 ચમચી
  ઘી 1 ટી.સ્પૂન

  આમ પાપડ બનાવવાની રીત :
  સૌ પ્રથન પાકી કેરીને ધોઇને તેની છાલ કાઢી પાણી ઉમેર્યા વગર જ મીક્સરમાં પલ્પ બનાવી ગાળી સ્મૂધ પલ્પ બનાવી લો.
  પછી એક નૉન સ્ટીક પૅનમાં ઘી લઇ તેમાં કેરીનો પલ્પ અને ખાંડ ઉમેરી મીડિયમ ફ્લેમ પર કુક કરો. ખાંડનુ માપ કેરીની મીઠાશ પ્રમાણે લેવુ.પલ્પ જાડો થાય અને પૅન છોડવા લાગે ત્યારે ગૅસ બંધ કરો.
  પછી એક મોટી થાળી તેલથી ગ્રીઝ કરી તેમાં આ પલ્પ પાથરો. બહું જાડુ કે બહું પાતળું નહીં મીડીયમ અને એકસરખું પાથરો.
  પછી આ થાળી ઉપર નેટ ઢાંકી ને ઘરમાં જ રાખી સૂકવો. આ પાપડ ને વધારે પડતા સુકાવવા ના નથી. બસ મોઇશ્ચર ઉડી જાય અને પાપડ થાડીમાંથી ઉખાડી શકાય એવો થાય એટલે પાપડ તૈયાર છે.
  2-3 દિવસમાં પાપડ ની ધાર થોડી છૂટી પડી સૂકી થવા લાગે એટલે સમજો કે પાપડ તૈયાર છે.
  તૈયાર થઇ જાય એટલે મનપસંદ આકારમાં કાપી એક ડબ્બામાં ભરી ગમે ત્યારે ખાઈ શકો છો. આ પાપડ ફ્રિઝ માં ૧ મહિના થી પણ વધારે સમય સ્ટોર કરી શકાય છે.

  કુમારી છોકરીઓના લગ્ન થશે જલ્દી, કરો તુલસીનો આ ઉપાય
  Published by:Bansari Shah
  First published: