Mango Day 2021: જાણો દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકી વિશેની કેટલીક રસપ્રદ વાતો

ફાઇલ તસવીર.

Mango Day 2021: કેરી એ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનું પ્રતીક બની ગયું છે. જેથી કેરી એ ફળોનો રાજા તરીકે પણ ઓળખાય છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે 22 જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસ (Mango Day 2021) ઊજવવામાં આવે છે. કેરી ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. કેરી અનાદિકાળથી લોકોનું પસંદગીનું ફળ રહ્યું છે. લોકો લગભગ 5000 વર્ષોથી કેરી ખાતા આવ્યા છે અને તેની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. કેરી એ ફળોનો રાજા છે અને લોકોની પસંદગીનું ફળ છે. આ કારણોસર કેરી માટે વર્ષમાં એક દિવસ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય માણસથી લઈને અમીર વ્યક્તિ સુધી તમામ વ્યક્તિને કેરી ખૂબ જ પસંદ છે.

કેરી એ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનું પ્રતીક બની ગયું છે. જેથી કેરી એ ફળોનો રાજા તરીકે પણ ઓળખાય છે. જે લોકોને કેરી ખૂબ જ પસંદ છે, તેમને સમગ્ર વિશ્વની કેરીની વિવિધતા વિશે ખબર હોવી જોઈએ. શું તમને ખબર છે વિશ્વની સૌથી મોંધી કેરી કઈ છે? આજે રાષ્ટ્રીય કેરી દિવસના ભાગરૂપે આવો જાણીએ સૌથી મોંઘી કેરી અંગે.

આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી કે નહીં? જાણો તેના ફાયદા અને લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

સૌથી મોંધી કેરીનું નામ

આ વિશેષ પ્રકારની કેરીનું નામ મિયાઝાકી છે, જે દુનિયામાં સૌથી મોંઘી કેરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 2.70 લાખ છે. મિયાઝાકી કેરીને સૂર્યના ઈંડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

મિયાઝાકી કેરીનું ઉત્પાદન ક્યાં થાય છે?

મિયાઝાકી કેરી જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ કેરીનું નામ મિયાઝાકી શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિશ્વમાં સૌપ્રથમ મિયાઝાકીમાં કેરીનો પાક લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હવે ભિલોડામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર, ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો

મિયાઝાકી કેરી વિશે જાણો તમામ વિગત

>> મિયાઝાકી કેરી લાલ રંગની હોય છે અને એક કેરીનું વજન અંદાજિત 350 ગ્રામ હોય છે.
>> આ કેરી ડાયનોસોરના ઈંડાના આકાર જેવી લાગે છે.
>> આ એક પ્રકારની ઈરવિન કેરી છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં મિયાઝાકી કેરીથી વિપરીત પીળી કેરી ‘પેલિકન કેરી’ નામથી પ્રખ્યાત છે.
>> મિયાઝાકી કેરીનો રંગ લાલ હોવાના કારણે મિયાઝાકી કેરીને ડ્રેગનના ઈંડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: Mangoes Facts: કેરીને ક્યારે પણ ફ્રીઝમાં ન રાખો, સ્વાદ અને સ્વાસ્થ્યને થાય છે નુકસાન, સ્ટોર કરતી વખતે શું ધ્યાન રાખવું

મધ્ય પ્રદેશમાં આ કેરીના બે ઝાડ

મધ્યપ્રદેશમાં સંકલ્પ પરિહાર અને રાણી નામના દંપતીએ જબલપુરમાં તેમના બગીચામાં 2 મિયાઝાકી કેરીના ઝાડ વાવ્યા હતા. 2020માં ટ્રેનમાં પ્રવાસ કરતા સમયે ચેન્નઈ જતા એક વ્યક્તિએ તેમને મિયાઝાકી કેરીના છોડ આપ્યા હતા. જ્યારે તેમને આ છોડ મળ્યો, ત્યારે તેમને ખબર પણ ન હતી કે તેમની પાસે દુનિયાની સૌથી મોંઘી કેરીનો છોડ છે. તેમણે તેમના બગીચામાં આ છોડ વાવ્યા, પરંતુ બાદમાં આ કેરી અલગ રંગની થઇ હતી. સંકલ્પની માતાના નામ પર આ કેરીને તેઓ દામિની કહે છે.

આ  પણ વાંચો: 12 કેરી માટે મળ્યાં 1.20 લાખ રૂપિયા, તુલસીએ સ્માર્ટફોન ખરીદી ફરી શરૂ કર્યો અભ્યાસ; બેંક ખાતામાં રૂ. 1 લાખની FD પણ

ચોરોએ આ કેરી ચોરવાની કોશિશ કરતા દંપતીએ બગીચામાં 4 સુરક્ષાકર્મી અને 6 કૂતરાઓને તૈનાત કરી દીધા હતા. તાજેતરમાં જ એક વેપારીએ આ દંપતીને મિયાઝાકી કેરી માટે પ્રતિ કિલો રૂ. 21,000ની ઓફર કરી હતી. પરંતુ તેઓ સૌથી પહેલી કેરી ભગવાનને ધરાવવા માંગતા હોવાથી તેમણે વેપારીને ના પાડી દીધી હતી.
First published: