Home /News /lifestyle /મેંગો શેક નહીં, પીવો મેંગો ચિયા મિલ્ક, ફક્ત 1 ગ્લાસથી મળશે સ્વાસ્થ્ય અને સ્વાદનો ડબલ ડોઝ

મેંગો શેક નહીં, પીવો મેંગો ચિયા મિલ્ક, ફક્ત 1 ગ્લાસથી મળશે સ્વાસ્થ્ય અને સ્વાદનો ડબલ ડોઝ

મેંહો ચિયા મિલ્ક રેસિપી

જો તમે મેંગો શેક પીવાથી કંટાળી ગયા હોવ તો પૌષ્ટિક તત્વોથી ભરપૂર હેલ્ધી મેન્ગો ચિયા મિલ્ક બનાવો. તેની રેસીપી ખૂબ જ સરળ છે. તમે તેને સવારે પણ પી શકો છો.

Mango Chia Milk Video Recipe: કેરીની સિઝન ચાલી રહી છે. બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ ઉપલબ્ધ છે. બાળકોથી લઈને વડીલોને આ ફળ ખૂબ જ પસંદ આવે છે. તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આવી સ્થિતિમાં ઉનાળામાં કેરી ખાવાની ખૂબ મજા લેવી જોઈએ. કેટલાક કેરીને કાપીને ખાય છે, કેટલાક મેંગો શેક બનાવીને પીવે છે, જ્યારે કેટલાકને સ્મૂધી અથવા આઈસ્ક્રીમ ખાવાનું પસંદ છે. અમે તમને કેરી, દૂધ અને ચિયાના બીજમાંથી બનેલા અત્યંત સ્વાદિષ્ટ, હેલ્ધી અને પૌષ્ટિક પીણાની રેસિપી જણાવી રહ્યા છીએ. આ હેલ્ધી ડ્રિંકનું નામ મેંગો ચિયા મિલ્ક છે અને તેની રેસીપી ઈન્સ્ટાગ્રામ પર યુઝર નેમ (@globalvegproject) દ્વારા શેર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે મેંગો ચિયા મિલ્ક બનાવવા માટે તેમના દ્વારા આપવામાં આવેલી સામગ્રી અને પદ્ધતિ શું છે.

મેંગો ચિયા મિલ્ક બનાવવા માટેની સામગ્રી

કેરી - 1 પાકેલી
ચિયા બીજ - 1 ચમચી
દૂધ - અડધો ગ્લાસ
ખાંડ, ગોળ અથવા મધ - જરૂર મુજબ

આ પણ વાંચોઃ દીકરી અને જમાઈના ખાસ તહેવારમાં આ વાનગીઓ ખાવા લોકોની ભીડ, 299 થી 3500 રૂપિયા સુધીની મળે છે થાળી

મેંગો ચિયા મિલ્ક રેસીપી

કોઈપણ મનપસંદ કેરી લો, તેને પાણીથી સારી રીતે સાફ કરો. તેને અડધા ભાગમાં કાપો. એક સ્લાઈસના પલ્પને નાના ટુકડામાં કાપીને એક બાઉલમાં રાખો. એક અલગ બાઉલમાં એક ચમચી ચિયા સીડ્સ નાખો. તેમાં અડધો ગ્લાસ દૂધ નાખો. સારી રીતે મિક્સ કરો. થોડીવાર માટે આમ જ રહેવા દો, જેથી ચિયા સીડ્સ દૂધને જેલી જેવું થોડું ઘટ્ટ કરી દે. હવે તમારી પસંદગી અનુસાર સ્વાદને મધુર બનાવવા માટે થોડો ગોળ અથવા ખાંડ અથવા મધ ઉમેરો.

આ પણ વાંચોઃ Health Tips: દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, થશે આ 5 સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

આ સામગ્રીને ગ્લાસમાં રેડો. મિક્સીમાં થોડું દૂધ ઉમેરીને કેરીના ટુકડાને બ્લેન્ડ કરો. સંપૂર્ણ પેસ્ટ બનાવશો નહીં. થોડા ટુકડા બાકી રાખો. હવે ચિયા મિલ્કવાળા ગ્લાસમાં કેરી નાખીને બરાબર મિક્ષ કરી લો. ખૂબ જ સ્વાદિષ્ટ પીણું મેંગો ચિયા મિલ્ક તૈયાર છે. સવારે, તમે તેને નાસ્તામાં બનાવી શકો છો અને આખા પરિવારને આપી શકો છો. બાળકોને તેનો સ્વાદ ચોક્કસપણે ગમશે. તો એક વાર ચોક્કસ બનાવો અને પીવાની મજા લો.
First published:

Tags: ખોરાક