"કેરીનો છૂંદો" બનાવવામાં ગડબડ થાય છે, તો નોંધી લો આ રીત

  • Share this:
    "કેરીનો છૂંદો" બનાવવામાં ગડબડ થાય છે, તો નોંધી લો આ રીત

    સામગ્રી 
    કેરી - 1 કિલો
    ખાંડ - 750 ગ્રામ
    મીઠું- હળદર - પ્રમાણસર
    જીરું - ૧ ચમચી
    મરચું - ૧ ચમચો
    તજનો પાઉડર - અડધી ચમચી
    એલચીનો પાઉડર - અડધી ચમચી

    Related image

    બનાવવાની રીત
    કેરીને ધોઇને છોલી અને છીણી લો. તેને મીઠા અને હળદરમાં ચોળી લો. દબાવીને પાણી કાઢી નાખો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે આ છીણને એક તપેલામાં ભરીને ઉપર સ્વચ્છ કપડું બાંધી દો અને તડકામાં મૂકી રાખો. દરરોજ બે વખત ચમચાથી હલાવતાં રહો અને ખાંડની ચાસણી થઇ જાય ત્યાં સુધી રહેવા દો. ખાંડ ઓગળીને કેરીના છીણમાં એકસાર થઈ જાય તો સમજો છુંદો તૈયાર છે. હવે તેમા અધકચરું વાટેલુ જીરુ અને તજ-એલચીનો પાઉડર તથા મરચું મિક્સ કરીને છુંદાને બરણીમાં ભરી લો.
    Published by:Bansari Shah
    First published: