આપણે જાણીએ છીએ કે પરિણીત યુગલો (married couple) વચ્ચે સમયાંતરે બધું બદલાય છે. પરંતુ લગ્ન પછીના જીવનને મસાલેદાર બનાવી શકાય છે અને પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજાક મસ્તીથી રસપ્રદ રાખી શકાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ (couple viral video) થઈ રહેલો એક વિડીયો એ વાતનો પુરાવો છે કે તમે તમારા જીવનસાથીને ખુશ રાખી શકો છો અને થોડી હરકતોથી બંને હસતા રહી શકો છો.
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં પાકિસ્તાનના એક વ્યક્તિને તેની પત્નીને ગુલાબ ભેટ આપતો જોઈ શકાય છે. જેનાથી તેની પત્ની શરમાઈ જાય છે. પરંતુ જે રીતે તેની પત્નીએ તેના પતિની સરપ્રાઈઝ પર રિએક્શન આપ્યું છે, તેને જોતા આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
પાકિસ્તાનમાં લાહોરના કન્ટેન્ટ ક્રિએટર બિલાલ ખાને તેની પત્ની દુઆ સિદ્દીકીને ગુલાબ આપીને દંગ કરી દીધી હતી. આ વિડીયો બિલાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 23 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કર્યો હતો અને તેના પર 1,79,177 થી વધુ વ્યૂઝ મળ્યા છે. બિલાલે વિડીયોને કેપશન આપ્યું છે, "લાઈફ આફ્ટર મેરેજ."
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિ ફળો અને શાકભાજી ખરીદ્યા બાદ ઘરે પરત આવે છે. ત્યાર બાદ બિલાલ તેની પત્નીને તેમના ઘરની બહાર બોલાવે છે અને જ્યારે તે કાર પાસે આવે છે, ત્યારે બિલાલ તેની પત્નીને ગુલાબ આપે છે. જયારે તેણી પતિ પાસે સમાન માંગે છે તો તેનો પતિ ગુલાબ આગળ ધરી દે છે.
જેને જોઈને તે શરમાઈ જાય છે અને બાદમાં આનંદપૂર્વક કહે છે, "કીમા ચડા હુઆ હૈ ચુલે પે ઔર ઇન્કી મોહબાતેં હી ખાતમ નઈ હો રહી હૈ. કેલે ઉઠા કે દો મુજે. "
આ વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો
સોશિયલ મીડિયા પર જીજાજી અને સાળી વચ્ચેની મજાકનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. વિડીયોમાં સાળી જે રીતે જીજાજી સાથે મજાક કરે છે, તે જોઈને હસવું રોકવું મુશ્કેલ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ હોય તેમ લાગે છે અને સાળી તેના જીજાજીને મીઠાઈ ખવડાવી રહી છે. વિડીયોની શરૂઆતમાં એવું લાગે છે કે, સાળી મીઠાઈ ખવડાવવા માટે વરરાજા પાસે પહોંચી છે. પરંતુ એવું કશું થતું નથી. સાળી પ્લેટમાંથી મીઠાઈ ઉપાડી તેના જીજાજીને ખવડાવવા માટે તેના મોઢા પાસે લઈ જાય છે પણ વરરાજા રાજાએ મોં ખોલતાં જ તરત જ સાળી પોતે મીઠાઈ ખાય જાય છે. આ મજાકમાં વરરાજાની પ્રતિક્રિયા જોવા જેવી છે. (વીડિયો જોવા માટે અહીં કરો ક્લિક)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર