#HumanStory: 'IITથી એન્જિનિયરિંગ બાદ વેડિંગ ફોટોગ્રાફર બનવાનો નિર્ણય સહેલો ન હતો'

 • Share this:
  કેટલા એવા લોકો હશે જે દેશનાં સૌથી મોટા ઇન્સ્ટીટ્યૂટથી ડિગ્રી મેળવ્યા બાદ તેમનાં કરિઅરને એકદમ અલગ જ દિશામાં લઇ જવાનું વિચારી શકે. અમૃત વત્સ નામનાંઆ યુવકે આ મોટો નિર્ણય લીધો. અને આજે તે દેશનાં સૌથી ખ્યાતનામ વેડિંગ ફોટોગ્રાફરમાંથી એક છે.

  આ રીતે થઇ હતી શરૂઆત
  IIT, મદ્રાસ માંથી સિવિલ એન્જીનિયરિંગમાં ડિગ્રી મેળવ્યા બાદ તે તેની ડિગ્રી પ્રમાણે કન્સલ્ટંટનું કામ કરવા લાગ્યો. તેને પ્રમોશન પર પ્રમોશન પણ મળી રહ્રયાં હતાં. પણ અંદર કંઇક હતું જે તેને સતત બેચેન કરી રહ્યું હતું. અમૃત યાદ કરે છે, કામ સંપૂર્ણ લગન સાથે કરતો કારણ કે આદત હતી. પણ શરૂઆતથી જ જાણતો હતો કે લાંબા સમય સુધી આ નહીં ચાલે. હું મારા કામમાં ખુબ જ સારો હતો. મને પ્રમોશન પણ મળતુ હતું. છતા પણ તેમા મને મારુ ભવિષ્ય નહોતુ દેખાતું.  અમૃત તેમનાં કામને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા ઇચ્છતો તો તે નહોતો ઇચ્છતો કે તેનાં પ્રયાસ ફક્ત ગણતરીનાં લોકો સુધી સીમિત રહી જાય. તેણે પાર્ટ ટાઇમ કામ શોધવાનું શરૂ કર્યું. તેથી વિચારવાનો સમય મળે કે હું આખરે ઇચ્છુ છુ શું. ભણવાનાં સમયથી જ અમૃત થિએટર અને પેઇન્ટિંગ, ડિજિટલ ડ્રોઇંગ જેવી કળાથી હું જોડાયેલો હતો. કોલેજનાં ચોથ અને પાંચમાં સેમિસ્ટરમાં મે વિઝ્યુઅલ ટીમને પણ લીડ કરી હતી. કરિયરમાં બદલાવની સ્થિતિમાં આ વાત વિચારતા જ થયુ કે ફોટોગ્રાફી કેમ ન કરી શકુ!  શાદીગ્રાફરનું સફરનામુ
  હું લોકો સાથે હળવા-મળવામાં વિશ્વાસ રાખુ છું. વેડિંગ ફોટોગ્રાફીએ મને આ તક આપી. તેની પ્રેક્ટિકલ બાજુ પર પણ ખુબ વિચાર્યુ અને ત્યારે જ નિર્ણય કર્યો કે, શરૂઆતનાં અસાઇન્મેન્ટ જાણતા પારખતા લોકોથી મળ્યા. કામ લોકોને પસંદ આવ્યું અને ત્રણ મહિનાની અંદર જ શાદીગ્રાફર કંપનીની શરૂઆત થઇ. હું કેન્ડિડ તસવીરો માટે ઓળખાવવા લાગ્યો. વેડિંગ ફોટોગ્રાફી દરમિયાન મને મારી અંદરનાં અસલ કલાકારને ઓળખવાની તક મળી. જોકે લગ્નની તસવીરો લેવાને ફક્ત અને ફક્ત કળાની જેમ જ લેવી પ્રેક્ટિકલ ન હતું. લોકો એક હદ સુધી જ પ્રયોગશીલ હોય છે. તેથી હું તે વાતનું ધ્યાન રાખુ છુ કે હું આ કામમાં મારી કળા ઉપરાંત તે તમામ બબતો શામેલ કરું જે બધાને જોઇએ છે.  આ રીતે આવ્યો જીવનમાં નવો વળાંક
  અમૃત હવે તેની ત્રણ મિનિટની વીડિયો માટે જાણીતો છે. આ ત્રણ મિનિટમાં તે એક આખી કહાની કહી દે છે. આ કહાની કોઇ આફ્રિકી દેશનાં તે ગરીબ વ્યક્તિની હોય કે જે સોલાર એનર્જીનો અલગ રીતે ઉપયોગ કરે છે. કે આ કોઇ નેત્રહીન ક્રિકેટરની કહાની હો કે પછી કોઇ સ્કૂલની વાર્તા હોય.

  વેડિંગ ફોટોગ્રાફી આર્ટિસ્ટથી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા સુધીની સફર ઘણી જ રસપ્રદ હતી. થોડા વર્ષોમાં અમૃતે 30થી વધુ શોર્ટ ફિલ્મો બનાવી લીધી.

  તે યાદ કરતા કહે છે, 3 મિનિટનો એક વીડિયો બનતા આશરે 10 દિવસનો સમય લાગે છે. જે કોઇ લગ્નની 500 તસવીરો ખેચવા જેટલો છે. એક એક વીડિયો પર ઘણાં દિવસો સુધી વિચારુ છું. તસવીરો જોવુ છું. અવાજો સાંભળુ છુ પહેલાંથી નક્કી કોઇ ફ્રેમ એકદમ જ બદલાઇ જાય છે. બધુ જ નવેસરથી કરુ છુ જ્યાં સુધી મન ન માને ત્યાં સુધી કરુ છું.  લગ્નની ફોટોગ્રાફીથી ડોક્યુમેન્ટરી સુધી
  લોકો સાથે વાત કરતાં સમયે હમેશાં મહેસૂસ કર્યુ છે કે દરેકની અનોખી કહાની છે તેને સાંભળુ છું. મે નક્કી કર્યુ છે કે એવી ઘણી કહાની છે જે મારે લોકો સુધી પહોંચાડવાની છે. આ સાથે જ પડકાર પણ છે. દરેક કહાની ખૂબસૂરત હોઇ શકે છે પણ તેમનાં તે જ હિસ્સાને લોકો સુધી પહોચાડવા હતા જેમાં લોકોને રસ પડે. તેઓ તે કહાનીથી જોડાઇ શકે. હું કોઇપણ વ્યક્તિ સાથે વાત કર્યા બાદ 3-4 દિવસ સુધી તેનું રેકોર્ડિંગ સાભળુ છું. સ્ટોરી ટેલિંગને સમજવા માટે મે ઘણી બૂક્સ પણ વાંચી છે. વીડિયો જોયા છે. યૂ ટ્યૂબની મદદ લીધી જેથી તમામ ટેક્નોલોજી ઝીણવટથી સીખી શકુ  એક સારા ફોટોગ્રાફરની શું ખુબી હોઇ શકે!
  તે સારા ફોટા પાડી શકે. અમૃત ફટાકથી કહેશે કે, ભારતમાં ફોટોગ્રાફી ફિલ્ડે લાંબો સફર પસાર કરવાનોછે. કોઇ ખંડેર કે સ્મારકની સામે ઉભા થઇને તસવીર ખેંચાવવી તે ફોટોગ્રાફી નથી. તે ફક્ત અને ફક્ત તમારી યાત્રાની યાદગીરી માટે પાડેલી તસવીરો છે. જો આપની અંદર કોઇ વ્યક્તિ, જગ્યા, સમય સાથે કોઇ દિલચસ્પ કહાની શોધવાની આવડત છે તો આપમાં તે તમામ છે જે કોઇને એક સારો ફોટોગ્રાફર બનાવી શકે છે.
  Published by:Margi Pandya
  First published: