Male Contraceptive Pills: પુરૂષોએ લીધી ગર્ભનિરોધક ગોળીઓ, અને પછી થયું કઈક આવું...
Male Contraceptive Pills: પુરૂષોએ લીધી ગર્ભનિરોધક ગોળીઓ, અને પછી થયું કઈક આવું...
પુરૂષોએ લીધી ગર્ભનિરોધક ગોળીઓ, અને પછી થયું કઈક આવું...
Male Birth Control pills: એક અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે પુરુષો દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ (Male Contraceptive Pills) ટેસ્ટોસ્ટેરોન (Testosterone)ને કમ કરે છે જેને લઈને શુક્રાણુઓની સંખ્યામાં કમી આવે છે. આ કારણથી મહિલાને ગર્ભવતી બનાવવાની ક્ષ્મ્તા ઘણી હદે ઘટી જાય છે. જાણો ક્લિનિકલ ટ્રાયલમાં શામેલ લોકો સાથે શું થયું?
મેડિકલ ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલું આગળ વધી ગયું છે કે કોઈ પણ વસ્તુ સંભવ કરી બતાવે છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ પુરુષો માટે ગર્ભનિરોધક ગોળીઓની શોધ કરી છે. જેમાં પુરૂષોને કોઈ પણ આડઅસર વગર મહિલાઓની પ્રેગ્નેન્સી રોકવા સક્ષમ સાબિત થઈ શકે છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ પહેલા માત્ર મહિલાઓ માટે જ આવી દવાઓ ઉપલબ્ધ હતી. રિપોર્ટ મુજબ માર્કેટમાં બે પ્રકારની એક્સપરિમેંટલ ગર્ભનિરોધક ગોળીઓ માર્કેટમાં આવવા માટે તૈયાર છે.
આજતક ના એક અહેવાલ પ્રમાણે સંશોધકોનું કહેવું છે કે આ ગોળીઓ કોન્ડોમ, નસબંધી કરતાં પુરૂષ ગર્ભનિરોધકનો સારો વિકલ્પ બની શકે છે. સંશોધક તામર જેકોબસોનના જણાવ્યા અનુસાર, પુરૂષ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ માટે કુટુંબ નિયોજનના વિકલ્પોમાં વધારો કરશે અને અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવામાં પણ ઘણી મદદ કરશે.
કુટુંબ નિયોજનમાં પુરુષો પહેલાં કરતાં વધુ સક્રિય ભૂમિકા ભજવી શકશે. Busenessinsider એ ત્રણ લોકો સાથે વાત કરી જેમણે પુરૂષ ગર્ભનિરોધકની અજમાયશમાં ભાગ લીધો અને તેમના અનુભવો શેર કર્યા.
સંશોધકો લાંબા સમયથી પુરૂષ ગર્ભનિરોધક પર સંશોધન કરી રહ્યા છે. તાજેતરના ટેસ્ટ દર્શાવે છે કે પુરૂષ બર્થ કંટ્રોલ પિલ્સ શરીરને કૃત્રિમ હોર્મોન્સ પ્રદાન કરે છે, જે કુદરતી ટેસ્ટોસ્ટેરોનને અટકાવે છે. ટેસ્ટોસ્ટેરોન ઓછા હોવાને કારણે વીર્ય પણ ઘટે છે, જેનાથી ગર્ભાવસ્થાનું જોખમ ઓછું થાય છે. પરંતુ તેની સાથે, લો ટેસ્ટોસ્ટેરોન પણ ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ડિપ્રેશન અને મસલ્સ માસમાં ઘટાડો તરફ દોરી જાય છે.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સેન્ટર ફોર રિસર્ચ ઇન રિપ્રોડક્શન એન્ડ કોન્ટ્રાસેપ્શન (CRRC) ના સંશોધકોના જણાવ્યા અનુસાર, ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી રોકાણનો અભાવ અને પુરુષોની પસંદગીઓને સમજવામાં વિલંબને કારણે પુરૂષ ગર્ભનિરોધકના વિકલ્પો શોધવામાં વિલંબ થયો.
પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં 100 પુરુષોએ 28 દિવસ સુધી પુરૂષ ગર્ભનિરોધક ગોળીઓ લીધી હતી. 100 લોકોમાંથી, 75 ટકા લોકો ફરીથી ગોળીઓ લેવા માંગે છે.
1. ઉત્તેજના ઘટે છે અને હળવાશ અનુભવાય છે
સ્ટોર્મ બેન્જામિનએ જણાવ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં ગોળીઓ ખાધા પછી, તેણે પોતાની ઉત્તેજનામાં ઘટાડો જોયો અને તેણે હળવાશ અનુભવી. જ્યારે સ્ટોર્મ ફેસબુક દ્વારા સ્ક્રોલ કરી રહી હતી, ત્યારે તેણીએ પુરૂષ ગર્ભનિરોધકની અજમાયશમાં ભાગ લેવા વિશેની જાહેરાત જોઈ.
એડ જોયા પછી, તેણીએ 2018 માં CRRC ટ્રાયલમાં ભાગ લીધો અને પછી તેણીને વધુ ચરબીવાળા ભોજન પછી 12 અઠવાડિયા સુધી દરરોજ પુરૂષ ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું કહ્યું.
અગાઉના સંશોધન મુજબ, વધુ ચરબીવાળા ખોરાક પર ગોળીઓનો ડોઝ વધુ અસરકારક છે. સ્ટ્રોમનું વીર્ય પરીક્ષણ મહિનામાં એકવાર કરવામાં આવતું હતું અને લગભગ 1.18 લાખ અથવા $1500 વળતર તરીકે આપવામાં આવતા હતા.
બેન્જામિનએ જણાવ્યું કે તેને કોઈ નકારાત્મક આડઅસર થઈ નથી. મને માત્ર ઓછી ઉત્તેજના અને વધુ આરામનો અનુભવ થયો. તેના પર સંશોધકોએ કહ્યું કે આ દવાઓમાં સમાવિષ્ટ સિન્થેટિક હોર્મોન્સની પ્રતિક્રિયાને કારણે થઈ શકે છે.
બેન્જામિને વધુમાં જણાવ્યું હતું કે, દરેક ડોઝમાં પાંચ-છ મોટી ગોળીઓનો સમાવેશ થતો હતો, જે ખાવા માટે મુશ્કેલ હતું. તેને પરિણામો એટલા સકારાત્મક મળ્યા કે તેણે પુરૂષ જન્મ નિયંત્રણ ઈન્જેક્શનની અજમાયશમાં પણ ભાગ લીધો જે મે 2022 માં સમાપ્ત થઈ ગયો.
2. રુફારો હગિન્સનું વજન વધ્યું
રુફારો હગિન્સે પણ પુરૂષ ગર્ભનિરોધક ગોળીના અજમાયશમાં ભાગ લીધો હતો. જ્યારે 40 વર્ષીય રુફારોએ CRRC ટ્રાયલમાં જોડાવાનું નક્કી કર્યું, ત્યારે તેને હાઇ ફેટ આહાર સાથે ગોળીઓનો ડોઝ પણ આપવામાં આવ્યો.
તેણે 2016 થી ઘણી વખત દવાના ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. તેણે કહ્યું કે તેણે ભાવનાત્મક રીતે કોઈ ફેરફાર જોયા નથી, માત્ર એટલું જ કે તેના શરીરના વજનમાં બે-ત્રણ પાઉન્ડ (1-1.5 કિગ્રા) વધારો થયો છે.
3. 20 વર્ષથી ટ્રાયલનો ભાગ છે
સ્ટીવ ઓવેન્સ અને તેની પત્ની હાલની બર્થ કંટ્રોલ પદ્ધતિઓથી સંતુષ્ટ ન હતા, તેથી તેઓ છેલ્લા 20 વર્ષથી પુરૂષ ગર્ભનિરોધક ટ્રાયલ્સમાં ભાગ લઈ રહ્યા છે. તેણે રેડિયો પર તાજેતરના ટ્રાયલ વિશે સાંભળ્યું હતું. માહિતી મેળવ્યા પછી, તે સીઆરઆરસીની ટ્રાયલમાં જોડાયો.
તેણે જેલ, ટ્રાન્સપ્લાન્ટ, ઈન્જેક્શન અને તાજેતરમાં ગોળીઓના ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. તેમને કોઈ આડઅસર નથી લાગતી, તેથી તેઓ સતત આ ટ્રાયલ્સ સાથે જોડાયેલા રહે છે.
ક્લિનિકલ ટ્રાયલ્સમાં પુરુષો દ્વારા સકારાત્મક પરિણામો અને દવાનો ફરી ઉપયોગ કરવાની ઈચ્છા સંભવિતપણે આગામી સમયમાં પુરૂષ જન્મ નિયંત્રણને નવી ઊંચાઈ સુધી પહોંચાડશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર