મલાસન કરવા માટે સૌ પ્રથમ તમારા પગના ઘુંટણને વાળીને મળ ત્યાગની અવસ્થાની જેમ બેસી જાઓ. બેસ્યા પછી બંને હાથની બગલને બંને ઘુંટણ પણ ટકાવો. પછી બંને હાથની હથેળીઓને સાથે કરી જોડીને નમસ્કારની મુદ્રા કરો. પછી ધીમે-ધીમે શ્વાસ લો અને છોડો, થોડા સમય સુધી આ જ પોઝીશનમાં જ બેસી રહો. ધીરે ધીરે હાથ ખોલીને પાછા ઊભા થઈ જાઓ.
મલાસન કરવાના ફાયદાઃ
કબજિયાતની તકલીફથી છૂટકારો મળે છે.
એસિડીટી અને ગેસમાંથી છુટકારો મળે છે.
માસિકને નિયમિત બનાવે છે.
પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
પેટ તથા કમરને ઘાટીલું બનાવે છે.
કમર, ઘુંટણ અને કરોડરજ્જુની માંશપેશીને લચીલી બનાવે છે.
સાંધા, ઘુંટણ, કમર અને પેટનો દુખાવો મટાડે છે
PCODની સમસ્યાનું નિયમન કરે છે
Yoga Day 2019: જાણો કયા યોગથી કયો ફાયદો થશે?