ઠંડીમાં દૂધની મલાઈ અપાવશે 5 તકલીફોમાંથી મુક્તિ

News18 Gujarati
Updated: October 16, 2019, 3:47 PM IST
ઠંડીમાં દૂધની મલાઈ અપાવશે 5 તકલીફોમાંથી મુક્તિ
દૂધની મલાઈની તસવીર

મલાઈને ચામડી માટેનું સૌથી શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે. મલાઈમાં તૈલીય ગુણોના કારણે ચામડી પર એક લેયર બનાવી લે છે.

  • Share this:
ચાલો જાણીએ દૂધની મલાઈને ચહેરા પર લગાવવાના ફાયદા.. અપાવશે 5 તકલીફોમાંથી મુક્તિ

ચામડી માટે સારું મોઈશ્ચરાઈઝર
મલાઈને ચામડી માટેનું સૌથી શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર માનવામાં આવે છે. મલાઈમાં તૈલીય ગુણોના કારણે ચામડી પર એક લેયર બનાવી લે છે. જેના કારણે તમારી ચામડીનું મોઈશ્ચરાઈઝર લૉક થઈ થાય છે. અને સૂકી હવામાં પણ તમારી સ્કિન ગ્લો કરે છે. કેટલીક મિનિટો સુધી મલાઈથી ચહેરા પર મસાજ કરવાથી ચામડીના ડેમેજ ટીશ્યૂ રિપૅર થઈ જાય છે. જેનાથી તમારી સ્કિન હેલ્ધી બને છે.

ડાઘ-ધબ્બા થશે દૂર
વધારે ડાઘ હોય તો બેસનથી ચામડી સાફ કરી લો. તે બાદ મલાઈ અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેને લગાવ્યા બાદ ગરમ પાણીથી ધોઈ લો. સવારે તમને અસર જોવા મળશે. મલાઈમાં વિટામિન E અને લેક્ટિક ઍસિડ હોય છે. જે ચામડીના રંગને નિખારવાનું કામ કરે છે. લીંબુમાં રહેલું વિટામિન C ડાઘ-ધબ્બા દૂર કરે છે. તે ઘણું જ અસરકારક છે.

કરચલીઓ દૂર કરેઆંખો તેમજ ચહેરા પર પડતી કરચલી દૂર કરવામાં મલાી અસરકારક છે. રાત્રે દૂધની તાજી મલાઈ અને ઘઉંના ઝીણા લોટને મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. 15 મિનિટ બાદ બીના હાથથી ચહેરા પર મસાજ કરો. અને રગડીને બધો જ લોટ દૂર કરો. તે બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરા પરની કરચલી દૂર થઈ જાય છે.

ચહેરો બનશે ગ્લોઈંગ
મલાઈમાં બેસન, મુલતાની માટી, સંતરાની છાલનો પાવડર અને સફરજનને વાટીને ઉબટન બનાવી લો. તેનાથી ચહેરા તેમજ હાથ-પગ પર લગાવી લો.
તેનાથી ચામડી સાફ અને મુલાયમ થઈ જાય છે.  ચહેરા અને કોણી પર લગાવવાથી ગંદકી દૂર થાય છે. કરચલી અને ડાઘ-ધબ્બા દૂર થાય છે. ચામડીનું મોઈશ્ચર લેવલ જળવાઈ રહેવાથી સ્કિન ગ્લો કરે છે. સાથે જ ચામડી ફાટવાની સમસ્યાથી મુક્તિ મળે છે. મલાઈ ચામડીની રૂક્ષતા દૂર કરી મુલાયમ બનાવે છે. બેસનથી ડાઘ-ધબ્બાં દૂર કરી શકાય છે.

ચામડીને યુવાન બનાવી રાખે છે
રોજ ચહેરા પર મલાઈ લગાવવાથી ચામડી લાંબા સમય સુધી હેલ્ધી અને યુવાન દેખાઈ શકે છે. મલાઈમાં રહેલા પ્રોટીન અને વિટામિન સ્કિનમાં કૉલેજનના પ્રોડક્શનને વધારે છે, જેનાથી ચામડી યુવાન બનેલી રહે છે.

આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ

આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 16, 2019, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading