Home /News /lifestyle /ભાત બનાવતી વખતે નાંખો આ રસ, જરા પણ નહીં બને ચીકણાં અને બનશે એકદમ છૂટ્ટા

ભાત બનાવતી વખતે નાંખો આ રસ, જરા પણ નહીં બને ચીકણાં અને બનશે એકદમ છૂટ્ટા

આ રીતે ઘરે બનાવો ભાત

Making for rice: ભાત બનાવો ત્યારે તમે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખો છો તો ભાત છુટ્ટો મસ્ત બને છે. આ સાથે જ તમારો ભાત જરા પણ ચીકણો બનતો નથી. આ ટાઇપનો ભાત કોઇને ખાવાની મજા આવતી નથી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુજરાતીઓ અને સાઉથના લોકો ભાત ખાવાના બહુ શોખીન હોય છે. ભાતમાં પણ અનેક પ્રકારની વેરાયટી બજારમાં આવે છે. જો કે ઘણાં લોકોના ઘરે ભાત નિયમિત રીતે બનતા હોય છે. ભાત ખાવાથી સ્વાસ્થ્યને લાભ પણ થાય છે અને સાથે નુકસાન પણ થાય છે. તમે કેવી રીતે અને કયા ભાત ખાઓ છો એ સૌથી અગત્યની વાત છે. ભાતને પણ લોકો અનેક પ્રકારે બનાવતા હોય છે, જેમ કે બિરયાની, નમકીન ભાત, પુલાવ વગેરે...આમ, જો ભાતમાં થોડું પાણી વધારે પડી જાય તો એ ચીકણાં થઇ જાય છે અને એકબીજાને ચોંટેલા બને છે. તો જાણો ભાતમાં વધારે પડેલું પાણી ઓછુ કરવા શું કરશો.

    લીંબુનો ઉપયોગ કરો


    તમે ઇચ્છો છો કે ભાત ખીલેલા અને છુટ્ટા બને તો લીંબુનો ઉપયોગ કરો. આ માટે તમે ભાત બનાવતી વખતે એમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી દો. લીંબુનો રસ નાંખવાથી ભાત છુટ્ટા અને ખીલેલા બને છે. આ સાથે જ એક્સ્ટ્રા પાણી ઓછુ થઇ જાય છે.

    આ પણ વાંચો: બેસવાની રીત જણાવે છે તમારી પર્સનાલિટી વિશે

    ફાસ્ટ ગેસે થવા દો ભાત


    જ્યારે પણ ભાત બનાવો ત્યારે પાણી વધારે પડી જાય તો ભાત થઇ ગયા પછી એને ફાસ્ટ ગેસે થવા દો. ફાસ્ટ ગેસે ભાત કરવાથી એમાંથી પાણી ઓછુ થઇ જાય છે. ફાસ્ટે ગેસે ભાત મુકો ત્યારે એને હલાવી લો. જો ભાત નીચે ચોંટે છે અને દાઝે છે તો ગેસ તરત જ બંધ કરી દો.

    કોટનના ચોખ્ખા કપડામાં મુકો


    તમારાથી જ્યારે પણ ભાતમાં વધારે પાણી પડી જાય ત્યારે તમે કોટનના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ભાતને કોટનના કપડા પર લઇ લો અને ઉપર બીજું કપડું ઢાંકી દો. આમ કરવાથી પાણી ચુસાઇ જશે અને ભાત ચીકણો પણ નહીં લાગે. આ ભાતને તમે 10 થી 12 મિનિટ માટે રાખી શકો છો.

    આ પણ વાંચો: સ્તન કેન્સરના લક્ષણોને હળવાશમાં ન લો

    આ વાતોનું રાખો ધ્યાન



    • ભાત બનાવતી વખતે હંમેશા પાણીનું માપ રાખો. આમ કરવાથી પાણી વધારે નહીં પડે.

    • ભાત બનાવતા પહેલા ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચોખામાંથી ઓઇલ નિકળી જાય છે જેના કારણે ભાત છૂટ્ટો બને છે.

    • હંમેશા સારા ચોખાનો ઉપયોગ કરો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy lifestyle, Lifestyle, Rice

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन