ના જમીનની જરૂરત ના પાણીની, હવે સીધુ હવામાંથી મળશે ખાવાનું

News18 Gujarati
Updated: July 30, 2019, 4:36 PM IST
ના જમીનની જરૂરત ના પાણીની, હવે સીધુ હવામાંથી મળશે ખાવાનું
કંપની વર્ષ 2021 સુધી તેને માર્કેટમાં ઉતારી શકે છે

કંપનીનો દાવો છે કે, આ દેખાવમાં લોટ જેવો જ છે અને તેનો ટેસ્ટ પણ લોટ જેવો જ છે.

  • Share this:
કેટલીક વખત વિજ્ઞાનની શોધ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. શું તમે વિશ્વાસ કે ભરોસો કરી શકો છો કે, હવે હવાથી મળશે ખાવાનું? માત્ર હવા દ્વારા ખાવાનું મેળવી શકાય છે, આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પરંતુ, આ સત્ય છે કે, હવે હવાથી ખાવાનું મળવાનું સંભવ થવા જઈ રહ્યું છે.

ફિનલેન્ડની એક કંપની સોલર ફૂડ બનાવવા જઈ રહી છે. આ ફૂડ માટે માત્ર કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને વિજળીની જરૂરત પડશે. હવા, પાણી અને વિજળીથી સોલિન (solein) નામનો પ્રોટિન પાઉડર બનવા જઈ રહ્યો છે.

દેખાવમાં લોટ જેવો, સ્વાદ પણ લોટ જેવો

હવાથી બનનારો સોલિન પ્રોટિન પાઉડર દેખાવમાં લોટ જેવો હશે. હાઈ પ્રોટિનવાળા આ ફૂડમાં 50 ટકા પ્રોટિન, 5થી 10 ટકા ફેટ અને 20થી 25 ટકા કાર્બ કન્ટેસ્ટ હશે. કંપનીનો દાવો છે કે, આ દેખાવમાં લોટ જેવો જ છે અને તેનો ટેસ્ટ પણ લોટ જેવો જ છે. ફિનલેન્ડની કંપની હવામાંથી ખાવાનું બનાવવાના આ ફૂડ માટે માર્કેટ શોધી રહી છે. આનાથી કેટલીક પ્રકારનું ખાવાનું બનાવી શકાય છે. કંપની વર્ષ 2021 સુધી તેને માર્કેટમાં ઉતારી શકે છે.

આ પોતાની રીતનો એક પહેલો પ્રયોગ છે. આને સાયન્સ ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધી તરીકે જોઈ શકાય છે. કંપનીનું કહેવું છે કે, પહેલા માર્કેટમાં તેને પ્રોટિન શેક અને યોગર્ટ રીતે ઉતારવામાં આવશે. હવામાંથી મળતા ફૂડ સોલિન બનાવવા માટે પ્રોસેસ કાર્બન ન્યૂટ્રલ હશે. કંપનીનું કહેવું છે કે, દુનિયામાં પહેલાથી ગ્રીન હાઉસ ગેસેજથી સમસ્યા પેદા થઈ રહી છે.

કેવી રીતે બનાવાશે હવાથી ખાવાનું
સોલિન ફૂડ બનાવવા માટે હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ લેવામાં આવશે. તેના માટે કાર્બન કેપ્ચર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ તેમાં પાણી, વિટામિન્સ અને ન્યુટ્રીશિયન મિલાવવામાં આવશે. ત્યારબાદ સોલર એનર્જી ના ઉપયોગથી સોલિન બનાવવામાં આવશે. આને બનાવવાની પ્રક્રિયા નેચરલ ફરમેન્ટેશનની જેમ હશે, જે રીતે યીસ્ટ અને લેક્ટિક એસિડ બેક્ટેરિયા બનાવવામાં આવે છે.

ના જમીનની જરૂરત ના પાણીની
સોલર ફૂડ બનાવવા માટે ના ખેતીની જમીનની જરૂરત હશે ના પાણીની. પાણી પણ હવામાંથી જ લેવામાં આવશે, કંપનીનો દાવો છે કે, આનાથી ખેતીની જે લિમિટેસન્સ છે, તે ખતમ થઈ જશે. ખાવાનું પેદા કરવાની આ ટેકનિક આશ્ચર્યમાં મુકી દે તેવી છે.સામાન્ય રીતે ખેતીથી કાવાની વસ્તુ મળે છે. પરંતુ, તેના માટે ખેતી લાયક જમીન, પાણી અને ખેતી અનુકૂળ હવામાનની જરૂરત પડે છે. સોલર ફૂડમાં આની કોઈ આવશ્યકતા નહી હોય.
First published: July 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading