Home /News /lifestyle /મેકઅપ કરવાનો સમય નથી ? તો અપનાવો આ 5 ટિપ્સ, તૈયાર થવામાં નહીં વેડફાય સમય
મેકઅપ કરવાનો સમય નથી ? તો અપનાવો આ 5 ટિપ્સ, તૈયાર થવામાં નહીં વેડફાય સમય
આ ટેકનિકનો ઉપયોગ કરવાથી નહિં કરવો પડે મેકઅપ (તસવીર-Shutterstock)
How To Get Ready In Few Minutes : આજે અમે તમને જણાવીશું કે તમે 5 મિનિટમાં કેવી રીતે તૈયાર (Ready) થઈ શકો છો. આ માટે તમારે માત્ર 5 બ્યુટી હેક્સ (Hacks)ની મદદ લેવી પડશે.
How To Get Ready In Few Minutes : આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં મહિલાઓ પાસે સમયનો ખુબ જ અભાવ જોવા મળે છે. પછી તે ઓફિસ જતી મહિલાઓ હોય કે હાઉસ વાઈફ. તેઓ પોતાના વ્યસ્ત જીવનમાં પોતાની જાતની સંભાળ નથી રાખી શકતી. તેમજ તેમની પાસે મેકઅપ (Makeup)ના તમામ સાધનો હોવા છતાં, તેઓ મેકઅપ નથી કરતી. જેનું કારણ માત્ર સમયની મારામારી છે. પરંતુ જો તમે તમારી લાઈફસ્ટાઈલનેને થોડી વ્યવસ્થિત મેનેજ કરો અને તમારા માટે બે મિનિટ કાઢો તો તમે વ્યસ્તતા હોવા છતાં તમારી જાતની સંભાળ લઇ શકશો. આજે અમે તમને જણાવીશું કે તમે 5 મિનિટમાં કેવી રીતે તૈયાર (Ready) થઈ શકો છો. આ માટે તમારે માત્ર 5 બ્યુટી હેક્સ (Hacks)ની મદદ લેવી પડશે.
જલ્દી તૈયાર થવાની બ્યુટી હેક્સ
1. રાત્રે કરો આ કામ
તમે રાત્રે ઊંઘવા જાઓ છો, તો તમારા રાતના રૂટિનમાં સ્કિન કેરને સામેલ કરો. દા.ત, સૂતા પહેલાં ચહેરો ફેસ વોશથી સાફ કરો અને ગુલાબજળ અથવા નાઇટ ક્રીમ લગાવીને સૂઈ જાઓ. તમારો ચહેરો સવારે ખૂબ જ ફ્રેશ દેખાશે. જે બાદ તમે માત્ર કાજલ અને લિપ ગ્લોસ લગાવીને પણ સુંદર દેખાશો.
2. બીબી અથવા સીસી ક્રીમનો કરો ઉપયોગ
હેવી ફાઉન્ડેશન અને કન્સીલર લગાવવા અને તેને સેટલ કરવામાં સમય લાગે છે. ત્યારે સવારે મોઇશ્ચરાઇઝર સાથે બીબી અથવા સીસી ક્રીમનો ઉપયોગ કરો. તેનાથી તમારા ચહેરા પર ચમક આવશે અને તમારી ત્વચા ક્લીન દેખાશે.
3. લિપ ગ્લોસ
જો તમારી પાસે સમય નથી, તો તમારે તમારા પર્સમાં લિપ ગ્લોસ જરૂરથી રાખો. સમય મળતાં જ તેને હોઠ પર લગાવો. તમે તેને હળવા હાથથી આંખો પર પણ લગાવી શકો છો. જેનાથી તમારો લૂક વધુ સારો દેખાશે.
રાત્રે સૂતા પહેલાં ચહેરાની સાથે સાથે તમારા પગમાં પણ ક્રીમ લગાવો. જો તમારા પગ ફાટી રહ્યા છે તો તેના પર ક્રીમ લગાવવાનું ન ભૂલશો.
5. આ રીતે કરો વાળની કેર
જો તમારી પાસે વાળમાં શેમ્પૂ કરવાનો સમય નથી તો વાળના મૂળમાં ટેલ્કમ પાવડર છાંટો અને બ્રશ કરો. તમારા વાળ ફ્લકિ લાગશે. જોકે, રાત્રે વાળ ધોઈને સૂવું સારું રહેશે.
(Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી News18 તેની પુષ્ટિ કરતુ નથી. તેના પર અમલ કરતા પહેલાં સંબંધિત વિશેષજ્ઞોનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર