Home /News /lifestyle /વધેલી રોટલીને ફેંક્યા વગર આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી ચેવડો, ચા સાથે ખાવાની મજા આવશે

વધેલી રોટલીને ફેંક્યા વગર આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી ચેવડો, ચા સાથે ખાવાની મજા આવશે

ઘરે બનાવો રોટલીનો ચેવડો

rotli no chevdo recipe: તમે પણ ઘરમાં વધેલી રોટલીને ફેંકી દો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ રોટલી તમારે ક્યારે પણ ફેંકવી જોઇએ નહીં. આ રોટલીમાંથી તમે મસ્ત ચેવડો બનાવીને પણ ખાઇ શકો છો. તો જાણો આ ટેસ્ટી ચેવડા વિશે તમે પણ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમે પણ ઘરમાં વધેલી રોટલીને ફેંકી દો છો? જો હા તો હવે તમારે ફેંકવાની જરૂર નથી. વધેલી રોટલીમાંથી આ રીતે ચેવડો બનાવો છો અને સવારમાં ચા-કોફી સાથે ખાઓ છો તો બહુ મજા આવે છે. આ ચેવડો થોડો ખાવાથી પણ પેટ ભરાઇ જાય છે. વધેલી રોટલીમાંથી બનેલો આ ચેવડો તમે મહેમાનોંને પણ ડીશમાં મુકો છો તો કંઇક અલગ અને નવું લાગે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ ટેસ્ટી ચેવડો. આ ચેવડો બનાવવામાં તમને બહુ મહેનત પડતી નથી અને સરળતાથી બની જાય છે.

    સામગ્રી


    વધેલી રોટલી

    તલ

    તેલ

    મીઠા લીમડાના પાન

    આ પણ વાંચો: કલોંજીનું આ પાણી પીવાથી સડસડાટ ઉતરી જાય છે વજન

    લાલ મરચું

    હળદર

    મીઠું

    બૂરું ખાંડ

    લીલા મરચાં

    કાજુ

    દ્રાક્ષ

    બનાવવાની રીત


    વધેલી રોટલીમાંથી ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી ડિશમાં વધેલી રોટલી લો અને એના કટકા કરી લો. આ કટકા તમારે બહુ ઝીણાં અને મોટા કરવાના નથી. હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં કાજુ, દ્રાક્ષ અને બદામ નાંખો. ત્યારબાદ આમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા નાંખો. એક સેકન્ડ રહીને તમે તલ નાંખો અને આ બધી વસ્તુને એક વાર હલાવી દો. ત્યારબાદ આમાં રોટલીના કટકા એડ કરો. હવે આ રોટલીમાં મરચું, મીઠું અને હળદરનો મસાલો કરો. ત્યારબાદ આ રોટલીને હવે ક્રિસ્પી થવા દો. રોટલી ક્રિસ્પી થઇ જાય એટલે એમાં બૂરું ખાંડ નાંખો અને આ બધુ બરાબર મિક્સ કરી લો.

    આ પણ વાંચો: શરીરમાં આ ફેરફાર થાય તો દોડો ડોક્ટર પાસે નહીં તો..

    આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ચેવડા પર ચાટ મસાલો નાંખો અને તરત ગેસ બંધ કરી દો. તો તૈયાર છે વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચેવડો. આ ચેવડો ખાવાની બહુ જ મજા આવે છે.

    ખાસ રાખો આ ધ્યાન


    આ ચેવડો બનાવતી વખતે બૂરું ખાંડ સૌથી છેલ્લે નાંખો. આ ચેવડામાં મોટાભાગના લોકો ચાટ મસાલો નાંખતા હોતા નથી. પરંતુ જો તમે ચાટ મસાલો નાંખો છો તો ટેસ્ટ સારો આવે છે અને ખાવાની પણ મજા આવે છે. ચાટ મસાલો નાંખીને તમારે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. તો ચા સાથે આ ચેવડો ખાવાની મજા માણો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन