નવરાત્રીના પ્રસાદ માટે 5 મિનિટમાં ઘરે બનાવો આ Healthy લાડુ

પ્રતિકાત્મક તસવીર

નવરાત્રીના સમયે અનેક લોકોના ઘરે નવે નવ દિવસ માતાજીની પૂજા વિધિ માટે ખાસ પ્રસાદ બનાવે છે. અમે પણ તમારા માટે એક ખાસ રેસિપી લાવ્યા છીએ. વિગતવાર વાંચો

 • Share this:
  નવરાત્રી તે મા દુર્ગાની ભક્તિ અને શક્તિનો તહેવાર છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. કોરોના કાળમાં અનેક લોકો માતાજીની ભક્તિ કરવા માટે નવે નવ દિવસ ઉપવાસ કરે છે. અનેક લોકો નિર્જળા ઉપવાસ પણ કરે છે. તો બીજી તરફ મા પણ હંમેશા તેના માઇ ભક્તોનું ધ્યાન રાખે છે. નવરાત્રીએ અનેક લોકો માટે ભક્તિ, શક્તિ અને આસ્થાનો મોટો તહેવાર છે.

  નવરાત્રીના સમયે અનેક લોકોના ઘરે નવે નવ દિવસ માતાજીની પૂજા વિધિ માટે ખાસ પ્રસાદ બને છે. અનેક મહિલાઓ હરખથી નવે નવ દિવસ માતાજી માટે અલગ અલગ ખાસ પ્રસાદ બનાવે છે. અને માતાજી માટે પોતાની આસ્થાને સમર્પિત કરે છે. બીજી તરફ કોરોના કાળમાં અનેક લોકો હેલ્થી ફૂડ તરફ વળ્યા છે. અને તે સ્વાસ્થયનું પણ પૂરું ધ્યાન રાખે છે.

  જો તમે નો સુગર અને હેલ્થી પણ ઝટપટ બનતી વાનગી પ્રસાદી માટે શોધી રહ્યા છો તો આ લેખ તમારા કામનો છે. કારણે આજે અમે તમને ખજૂરના લાડુ બનાવવાનું શીખવી રહ્યા છે. આ ફરાળી પણ છે, હેલ્થી પણ છે અને ઝટપટ બનાવાની સાથે જ નાના-મોટા સૌને ગમે તેવી મીઠાશ છે. તો નોંધી લો વાનગી

  2 કપ ઝીણી સમારેલી ખજૂર (સીડ લેસ)
  1 ચમચી ઘી
  અડધી વાટકી કાજુ, અખરોટ, પિસ્તા, બદામ અને દ્રાક્ષનો ઝીણો સમારેલો ભુક્કો
  3 ચમચી કોપરાનું છીણ

  એક નોનસ્ટિકમાં ઘી મૂકો અને તેમાં 2 કપ ઝીણી સમારેલી ખજૂર નાંખી ધીમા તાપે થવા દો. 2 મિનિટ પછી તેમાં કોપરાનો ભુક્કો અને અડધી વાટકી ડ્રાયફ્રૂટનો ભુક્કો ઉમેરી હલાવો. અને પછી બધુ બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ પછી કે મિશ્રણમાંથી ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી લો. અને મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે ઘી વાળો હાથ કરીને તેના લાડુ વાળી લો. ડેકોરેશન માટે તમે નારિયેળના સૂકા છીણ એટલે કે કોપરાના છીણનો કે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. વધુમાં તમને તેમાં ચપટી ઇલાયચી પણ સ્વાદ મુજબ નાંખી શકો છો.

  વધુ વાંચો : Photos :ગર્લફ્રેન્ડ ના મળી તો, 30 વર્ષના વ્યક્તિએ ફેસબુક પર પોતાને વેચી દીધો

  આ રેસેપિ ખૂબ જ હેલ્થી છે. તમે તેના ફ્રીજમાં એક બે દિવસ માટે રાખી શકો છો. વળી ખજૂર, કોપરું, ડ્રાયફ્રૂટ આવવાના કારણે આ રેસિપિ આર્યન, વિટામિન એ, ફાઇબર જેવા અનેક ફાયદા તમારા પરિવારને આપે છે. તેમાં નેચરલ મીઠાશ છે અને ઘી પણ એટલું નથી આમ તે હેલ્થી પણ છે.

  માતાજીના પ્રસાદમાં તેને મૂકતા પહેલા તુલસીનું એક પત્તું તેની પર ચોક્કસથી મૂકજો.
  Published by:Chaitali Shukla
  First published: