નવરાત્રી 2020નું આજે પહેલું નોરતું છે. જગત જનની, આદ્ય શક્તિ, મા અંબે ભવાનીની ભક્તિનો પાવન તહેવાર એવો નવરાત્રી આજથી શરૂ થઇ ગયો છો. આજે નવરાત્રીનું પહેલું નોરતું છે. નવરાત્રીમાં નવ દર્ગાના નવ સ્વરૂપોની માઇ ભક્તો પૂજા અર્ચના કરે છે. આજે અનેક પરિવારમાં માતાજી માટે ખાસ પ્રસાદ બનાવવામાં આવશે. કળશ સાથે ઘટ સ્થાપના થાય છે. અને હર્ષો ઉલ્લાસ અને આસ્થા સાથે માની પૂજા ઘર ઘરમાં કરવામાં આવે છે.
જો તમને નવરાત્રીમાં માતાજીની માટે કોઇ હેલ્થી પણ અલગ પ્રસાદી બનાવવા માંગો છો તો આ લેખ તમાારા કામનો છે. આ પ્રસાદી 5 મિનિટમાં બની જાય છે. તે સ્વાદિષ્ટ પણ છે અને સાથે જ હેલ્થી પણ. નોંધી લો તેની રેસિપી.
2 ચમચી ઘી
1 વાટકી દેશી ગોળ
અડધી વાટકી શેકેલી સિંગનો પાવડર
અડધી વાટકી કાજુ, બદામ, પિસ્તા મોટું કતરણ
ચપટી ઇલાયચી - ઓપશનલ
સારા નોન સ્ટીકમાં પહેલા ઘી ગરમ થવા મૂકો. પછી 2 મિનિટ રહીને તેમાં ગોળ મિક્સ કરો. ગોળ પતળો થવા લાગે ત્યારે તેમાં શેકેલી સિંગનો પાવડર, ડ્રાય ફ્રૂટનું કતરણ મિક્સ કરી સારી રીતે હલાવો. બધુ એક સારી રીતે મિક્સ થઇ જવું જોઇએ. થોડું ઘી છૂટી તો મિશ્રણ મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરો. અને તેની પર ઇલાયચી ભભરાવી શકો છો. આ પછી તેને એક ઘી લગાડેલી પ્લેટમાં મૂકો.
વધુ વાંચો : '
પરપ્રાંતિય મજૂરોના મસિહા' સોનુ સૂદે તેની બાયોપિક પર તોડ્યું મૌન, કહ્યું ફિલ્મમાં કોણ ભજવશે Lead Role
અને માતરની જેમ પાથરી તેના કાપા પાડી લો. માતાની આ પ્રસાદી ચડાવતી વખતે તેની પર તુલસીનું એક પાન જરૂરથી મૂકજો. આ પ્રસાદી ફરાળી છે. અને નાના બાળકોથી લઇને મોટે બધા માટે ખૂબ હેલ્થી પણ છે. તો ઘરે ચોક્કસથી બનાવો આ સ્વાદિષ્ટ મીઠાઇ.
ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં અનેક મહિલાઓ દરરોજ ઘરે નવી નવી પ્રસાદી બનાવીને માતાજીની ચરણોમાં પોતાની શક્તિ અને ભક્તિ અર્પિત કરે છે. તો પણ તમારા ઘરે કોઇ નવી પ્રસાદી બનાવાનું વિચારતા હોવ તો આ રેસિપી ખૂબ જ જલ્દી બને તેવી છે. સાથે જે સ્વાસ્થય વર્ધક પણ છે.
અને તેનાથી હેલ્થની સાથે પરિવારના ચહેરા પર મીઠાશની ખુશી પણ આવી જાય છે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસિપી તમારા ઘરે.