કામના દબાણ અને એકબીજાને સમય ન આપી શકવાને કારણે મેટ્રો સિટીમાં રહેનારા મોટાભાગના કપલ ભાવનાત્મક ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યાં છે. આનાથી તેમની બેડરૂમ લાઈફ પર ખરાબ અસર પડી રહી છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો અહીં આપવામાં આવેલી કેટલીક ટિપ્સથી તમારી સમસ્યાને દૂર કરી શકો છો.
રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે, તણાવ અને થાકને કારણે સેક્સમાં અરુચિ પેદા થાય છે. આથી જરૂરી છે કે, તમે તમારા પાર્ટનરને કમ્ફર્ટનો અહેસાસ કરાવો. શરૂઆત બોડી મસાજથી કરી શકાય છે.
પોતાની પસંદ પાર્ટનર પર થોપવાને બદલે મૈત્રીભર્યો અભિગમ અપનાવો. આ સમયે તેના શબ્દોને બદલે તેની બોડી લેંગ્વેજથી જાણવાનો પ્રયત્ન કરો કે, તે શું કહેવા માગે છે. તેની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરો અને તેના મિત્ર બનો. આવું કરવાથી ઈન્ટિમસી ક્રિએટ થવામાં સમય લાગશે નહી.
જો પાર્ટનર કમ્ફર્ટેબલ ન હોય તો પોતે પહેલ કરો. રોમાંચક ગતિવિધિ જેમ કે, મૂવી જોવી, લોન્ગ ડ્રાઈવ પર જવું, રોમાન્ટિક મ્યૂઝિક સાંભળવું. આ બધાથી તણાવનું સ્તર અને સંબંધોમાં ખુલ્લાપણું આવશે તે ઉપરાંત પરસ્પરનો સંવાદ વધશે. સંબંધમાં પાર્ટનર ઈચ્છાઓ અને અપેક્ષાઓ શું છે, તે જાણવું ખૂબ જરૂરી છે. સાથે જ ભાવનાત્મક જોડાણ પણ અગત્યનું છે. માત્ર અપેક્ષાઓ ન રાખો.
સંશોધનોમાં સાબિત થયું છે કે, જે બાળકોને વડીલો સાથે વાત કરતા રોકવામાં આવે છે, તેમને આગળ જતા પાર્ટનર સાથે ફિઝિકલ-ઈમોશનલ ઈન્ટિમસીમાં સમય લાગે છે. આ વાતને સમજીને પોતાના પાર્ટનરની મદદ કરો. પ્રેમભર્યા સ્પર્શથી આ પળોની શરૂઆત કરો. પોતે રિલેક્સ રહો અને તેને રિલેક્સ બનવામાં મદદ કરો.
ઓશોએ પોતાના પુસ્તક ‘ઈન્ટિમસી : ટ્રસ્ટિંગ વનસેલ્ફ એન્ડ ધ અધર’માં લખે છે કે, ‘ઈન્ટિમસી’નો અર્થ છે, હૃદયના ઉંડાણમાંથી નીકળનારી ભાવના. ફીલિંગ ન હોય તો ઈન્ટિમસી પણ નહીં હોય. પોતાની જાતને પૂછો કે, તમને એકબીજા માટે કેટલી લાગણીઓ છે? જો તમે આનો જવાબ ન આપી શકો તો આત્મચિંતન કરો. વિશ્વાસ રાખો, ફરી એકવાર લાગણી પેદા થશે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર