વરસાદી વાતાવરણમાં ચા સાથે સ્વાદિષ્ટ લાગતા મકાઈના વડા #Recipe

Bansari Shah | News18 Gujarati
Updated: August 8, 2019, 5:35 PM IST
વરસાદી વાતાવરણમાં ચા સાથે સ્વાદિષ્ટ લાગતા મકાઈના વડા #Recipe
Bansari Shah | News18 Gujarati
Updated: August 8, 2019, 5:35 PM IST
ઠંડા વાતાવરણમાં કે ચોમાસાની ઋતુમાં ચા સાથે વડા ખાવાની ખૂબ જ મજા પડે છે. ત્યારે આજે આપણે શીખીશું મકાઈના ખૂબ જ સ્વાદિષ્ટ વડા. આ વડાને ગરમા ગરમ ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવીને ઠંડા પણ ટેસ્ટી જ લાગે છે. તેને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો શીખી લો ટેસ્ટી મકાઈના વડા બનાવવાની રીત.

મકાઈના વડા બનાવવા માટેની સામગ્રી:

2 કપ મકાઈ નો લોટ

2 ચમચી આદુ-લસણની પેસ્ટ
1 કપ દહીં
2 લીલા મરચાં
2 ચમચી ગોળ
હળદર ચપટી
મીઠું સ્વાદ અનુસાર
1 ચમચી લાલ મરચું
1 ચમચી તલ
તેલ તળવા માટે

મકાઈના વડા  બનાવવાની રીત:

સૌ પ્રથમ એક વાટકીમાં મકાઈનો લોટ લઇને તેમાં દહીં ઉમેરી મિક્સ કરીને 4થી 5 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ એક વાટકીમાં થોડા ગોળ લઈને સમારી લો અને તેમાં થોડું પાણી મિક્સ કરી લો. ત્યારબાદ પલાળેલા ખીરામાં આ મીઠું અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો. પછી તેમા લાલ મરચું, આદુ-લસણની પેસ્ટ, તલ, મીઠું, કોથમીર અને હળદર ઉમેરી મિક્સ કરી લો. હવે ખીરામાંથી થોડું ખીરું હાથમાં લઈને થોડું થેપીને વડાનો આકાર આપીને મધ્યમ ગેસ પર વડાને બંને બાજુથી ગેલ્ડન બ્રાઉન થાય તેમ તળી લો. તળીને આ વડાને એક મોટા વાસણમાં કાઢો. ઠંડા થાય એટલે તેને એક ડબ્બામાં ભરીને ચા સાથે આ વડાની મજા માણો. આ વડાને ગરમા ગરમ ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર છે ટેસ્ટી મકાઈના વડા. આ વડાને ટોમેટો કેચઅપ અથવા દહીં કે લસણની ચટણી સાથે સર્વ કરો. ઠંડા વાતાવરણમાં કે ચોમાસાની ઋતુમાં ચા સાથે વડા ખાવાની ખૂબ જ મજા પડે છે.

સુંદર ચામડી માટે સાવ સસ્તામાં ઘરે બનાવો આ ખાસ ફેસપેક
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...