વધેલા ભાતમાંથી આટલી વસ્તુઓ ઉમેરીને બનાવો સ્વાદિષ્ટ ફરસાણ

 • Share this:
  રાંધેલા ભાત થોડા વધી જાય તો તેમાંથી ઝટપટ બનાવી શકાય તેવી ટેસ્ટી વાનગી રાઈસ બોલ્સ...

  રાઇસ કટલેટ બનાવવા માટેની સામગ્રીઃ

  3 બાફેલા બટાકા
  1 કપ ભાત
  1 ચમચી જીરું પાવડર
  1 ચમચી લાલ મરચું
  1 ચમચી ધાણા પાવડર
  1/2 ચમચી હળદર
  1/2 ચમચી ગરમ મસાલો
  1 ચમચી ચાટ મસાલો
  મીઠું
  4 ચમચી કોર્ન ફ્લોર
  બ્રેડક્રમ્સ

  રાઇસ કટલેટ બનાવવા માટેની રીતઃ
  સૌ પ્રથમ એક બાઉલ લઈ તેમાં બાફેલા બટાકા, ભાત, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, જીરું પાવડર, ધાણા પાવડર, જીરા પાવડર અને ચાટ મસાલો નાંખીને મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં કોર્ન ફ્લોર નાંખી મિક્સ કરી લો. પથી તેમાંથી થોડું-થોડું મિશ્રણ લઈ તેનાં નાના-નાના બોલ્સ બનાવો. આ બોલ્સને બ્રેડક્રમ્સમાં રગદોળી લો. પછી એકમાં થોડું તેલ લઈ સહેજ ગરમ થાય એટલે તૈયાર કરેલાં બોલ્સને ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેમ ફ્રાય કરી લો. થઈ જાય એટલે કેચપ કે લીલી ચટણઈ સાથે ગરમા ગરમ સર્વ કરો. જો તમને ચીઝનો સ્વાદ પસંદ હોય તો બોલ્સ બનાવતા વચ્ચે ચીઝનો નાનો ટૂકડો મૂકી શકો છો.

  ચોમાસામાં અવશ્ય ફ્રીઝમાં રાખો ફણગાવેલા મગ, તેમાંથી બની જશે આ ટેસ્ટી વાનગી
  Published by:Bansari Shah
  First published: