Home /News /lifestyle /

તમારી મનપસંદ રેસ્ટોરાં જેવી જ ટેસ્ટી પાઉંભાજી બનાવવા બસ આટલું કરો

તમારી મનપસંદ રેસ્ટોરાં જેવી જ ટેસ્ટી પાઉંભાજી બનાવવા બસ આટલું કરો

ઘણી વખત રેસ્ટોરાં જેવી જ ટેસ્ટી પાઉંભાજી ઘરે નથી બનતી. તો ચાલો આજે  શીખી લો એવી જ ટેસ્ટી પાઉંભાજી ઘરે જ બનાવવાની રીત..

ઘણી વખત રેસ્ટોરાં જેવી જ ટેસ્ટી પાઉંભાજી ઘરે નથી બનતી. તો ચાલો આજે  શીખી લો એવી જ ટેસ્ટી પાઉંભાજી ઘરે જ બનાવવાની રીત..

    રેસ્ટોરાં જેવી જ ટેસ્ટી પાઉંભાજીનો સ્વાદ ઘરે બનાવવાથી નથી મળતો. નથી બનતી. તો ચાલો આજે  શીખી લો એવી જ ટેસ્ટી પાઉંભાજી ઘરે જ બનાવવાની રીત..

    પાઉંભાજી બનાવવા માટેની સામગ્રી :

    6 ડુંગળી
    6 ટામેટા
    2 કેપ્સિકમ
    250 ગ્રામ બટેટા
    250 ગ્રામ દુધી
    250 ગ્રામ ફ્લાવર
    200 કોબીજ
    100 ગ્રામ વટાણા
    2 નંગ લીંબુ
    કોથમીર
    10 કળી લસણ
    2 ચમચા તેલ
    4 ચમચી બટર
    લાલ મરચું
    ધાણાજીરું
    હળદર
    પાઉંભાજી મસાલો
    મીઠું

    બનાવવાની રીત: સૌ પ્રથમ ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં સિવાયના બધાં શાકભાજીને ધોઈને સરખા સમારીને પ્રેશર કૂકરમાં ,હેજ પાણી મૂકી બાફી લો.
    ત્યારબાદ એક પેનમાં તેલ અને બટર મૂકીને ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળી ઉમેરીને સાંતળો. પછી તેમાં ઝીણાં સમારેલા ટામેટાં અને કેપ્સિકમ ઉમેરીને 5-7 મિનિટ સાંતળો. પછી તેમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર, પાઉંભાજીનો મસાલો અને મીઠું નાંખીને મિક્સ કરી તેમાં બાફેલા શાકભાજી ઉમેરીને મેશ કરતા જાવ. 5 મિનિટ કૂક થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીંબુનો રસ ઉમેરી હલાવી લો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી પાઉં સાથે ગરમા ગરમ જ સર્વ કરો.

    કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર