બનાવવાની રીત: ગાજર અને વટાણાને થોડા અડધા બાફી લો. પછી એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળી લો. તેમાં લીલા મરચા અને કેપ્સીકમ નાંખી, ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવી. હવે તેમાં ચીલી-ગાર્લિક સોસ, બાફેલા ગાજર-વટાણા અને મીઠું નાંખી, ધીમા તાપે 2 મિનીટ સાંતળો. પછી તેમાં પાસ્તા સોસ નાંખી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરો. પછી ગેસ પરથી ઉતારી ઠંડા કરો. પાસ્તા ઠંડા થાય પછી તેમાં ચીઝ ઉમેરી મિક્સ કરો. પછી બ્રેડ લઈ તેના પર બટર લગાવી તેની પર પસ્તાનું લેયર કરી તેની પર બીજી બ્રેડ મુકો. આ રીતે બધી જ સેન્ડવીચ બનાવી તેની બંને સાઈડ પર થોડું બટર લગાવી ટોસ્ટર કે ગ્રીલરમાં ગ્રીલ કરી લો. આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરવી. ગરમાગરમ સેન્ડવીચને વચ્ચેથી કાપી ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર