ફ્લાવરનું શાક બનાવતા ઉમેરો આટલી ચીજો, અને બનાવો 'ટેસ્ટી મસાલા ગોબી'

  • Share this:
    મસાલા ગોબી એ સ્વાદમાં ઘણું જ સારું લાગે છે.  તો ચાલો આજે તમે પણ જાતે જ બનાવો તમારા ઘરે.. નોંધી લો આ 'ટેસ્ટી મસાલા ગોબી' બનાવવાની રીત..

    'ટેસ્ટી મસાલા ગોબી' બનાવવા માટેની સામગ્રી:

    1/2 ડુંગળી
    1 ટામેટું
    1 વાટકી ફલાવર
    1 બાફેલું બટેકું
    1 ચમચી આદુ-લસણની પેસ્ટ
    1 ચમચી મરચું
    1/4 ચમચી હળદર
    1 ચમચી ધાણાજીરું
    2 ચમચી તેલ
    1/4 ચમચી રાઇ
    1/4 ચમચી જીરું
    કોથમીર
    મીઠું

    'ટેસ્ટી મસાલા ગોબી' બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં માટે મીઠું નાખી ઉકળતા પાણીમાં 3-4 મીનીટ માટે ફલાવરને અધકચરું બાફી પાણીમાંથી કાઢી લો.
    ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી અને મીઠું ઉમેરી સાંતળો. પછી તેમાં ફલાવર ઉમેરી કૂક કરો. પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું, હળદર, લાલ મરચું, ધાણાજીરું પાઉડર અને બાફેલું બટેકું ઉમેરી બરાબર હલાવી લો. ટામેટા ચઢી જાય એટલે કોથમીર ઉમેરી મિક્સ કરો. તો તૈયાર છે મસાલા ગોબી. આ ગોબીને તમે ગરમા ગરમ પરાઠા કે ફૂલકા રોટી સાથે સર્વ કરી શકો છો.
    Published by:Bansari Shah
    First published: