Home /News /lifestyle /

વઘેલા ભાતને ફેંક્યા વગર આ રીતે ઘરે બનાવો 'ફ્રાઇડ રાઇસ', ખાતા રહી જશે ઘરના લોકો

વઘેલા ભાતને ફેંક્યા વગર આ રીતે ઘરે બનાવો 'ફ્રાઇડ રાઇસ', ખાતા રહી જશે ઘરના લોકો

વધેલા ભાતમાંથી ઘરે બનાવો ફ્રાઇડ રાઇસ

Fired Rice Recipe: મોટાભાગના લોકો ઘરે ભાત વધ્યા હોય તો એને ફેંકી દેતા હોય છે. જો તમે પણ વધેલા ભાતને ફેંકી દો છો તો હવેથી ફેંકતા નહીં. વધેલા ભાતમાંથી તમે પણ આ રીત ઘરે ફ્રાઇડ રાઇસ બનાવો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુજરાતીઓથી લઇને બીજા અનેક ઘરોમાં દાળ-ભાત રોજ બનતા હોય છે. દાળ-ભાત ના હોય તો જમવાની મજા પણ આવતી નથી. રોટલી, શાક અને દાળ-ભાત હોય તો જમવાની મજા આવે છે અને સંતોષ પણ થાય છે. અનેક લોકો ભાત ખાવાના શોખીન હોય છે. ભાતમાંથી તમે પુલાવથી લઇને બીજી અનેક પ્રકારની વાનગી બનાવી શકો છો. આમ, જો તમે સવારે ભાત બનાવો છો અને એ વધે છે તો હવેથી એને ફેંકતા નહીં. આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ જેમાં તમારા વધેલા ભાતનો ઉપયોગ થઇ જશે અને આ રાઇસ ખાવાની પણ બહુ મજા આવશે. તો જાણો વધેલા ભાતમાંથી કેવી રીતે બનાવશો ફ્રાઇડ રાઇસ.

    સામગ્રી


    2 કપ વધેલા ભાત

    2 થી 3 ડુંગળી

    1 કળી લસણની

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો રાજસ્થાની 'હળદરનું શાક'

    એક કપ ગાજર

    ½ ચમચી ચિલી પાવડર

    ½ ચમચી ચિલી ફ્લેક્સ

    1 ચમચી સિરકો

    2 ચમચી ટોમેટો સોસ

    સ્વાદાનુંસાર મીઠું

    જરૂર મુજબ તેલ

    એક કપ વટાણા

    બનાવવાની રીત



    • વધેલા ભાતમાંથી ફ્રાઇડ રાઇસ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં વાટેલું લસણ અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરો.

    • ડુંગળી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરો.

    • હવે આમાં ગાજર અને વટાણા એડ કરો.


    આ પણ વાંચો: રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'મલાઇ પનીર'નું શાક આ રીતે ઘરે બનાવો

    • આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો અને 5 થી 7 મિનિટ માટે થવા દો.

    • ત્યારબાદ આમાં મીઠું, લાલ મરચું, ચિલી ફ્લેક્સ, સિરકો, ટોમેટો સોસ એડ કરો. આ બધા મિશ્રણને હળવા હાથે હલાવી લો.

    • બધા મસાલા સારી રીતે મિક્સ થઇ જાય પછી એમાં વધેલા ભાત એડ કરો.

    • આ ભાતને 10 મિનિટ સુધી થવા દો. આ માટે તમે ઢાંકણ ઢાંકી દો.

    • તો તૈયાર છે ફ્રાઇડ રાઇસ.

    • આ રાઇસને તમે કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

    • આ રાઇસ ખાવાની બહુ જ મજા આવે છે.

    • જો તમે આ રીતે ફ્રાઇડ રાઇસ ઘરે બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને બધા પેટ ભરીને જમી પણ લેશે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Recipes, Tasty Recipe

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन