Home /News /lifestyle /'નાયલોન પૌવાનો ચેવડો' બનાવતી વખતે આ રીતે નાંખો બૂરું ખાંડ, પૌવા કડક રહેશે અને ટેસ્ટી લાગશે

'નાયલોન પૌવાનો ચેવડો' બનાવતી વખતે આ રીતે નાંખો બૂરું ખાંડ, પૌવા કડક રહેશે અને ટેસ્ટી લાગશે

આ રીતે ઘરે બનાવો નાયલોન પૌવા ચેવડો

Nylon Poha Chevdo recipe: બહાર કરતા તમે ઘરે આ રીતે નાયલોન પૌવાનો ચેવડો બનાવો છો તો ટેસ્ટમાં બહુ મસ્ત બને છે અને નાસ્તામાં ખાવાની પણ મજા આવે છે. આ ચેવડો તમે બહાર કરતા બહુ જ સસ્તો પડે છે અને પ્રમાણમાં વધારે બને છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો નાસ્તાં બહારથી લાવતા હોય છે. જો કે દર વખતે બહારના નાસ્તા અનેક લોકો પોષાતા હોતા નથી. આ વાત સાચી પણ છે. તમે જેટલા રૂપિયામાં બહારથી નાસ્તો લાવો એના કરતા તો ઘરે સસ્તો પણ પડે છે અને વજન પણ વધારે થાય છે એટલે કે કોન્ટેટીમાં પણ બને છે. તો આજે અમે તમને એક એવો નાસ્તો બનાવતા શીખવાડીશું જે તમે સરળતાથી ઘરે બનાવી શકો છો અને બહુ વાર પણ લાગતી નથી. આ નાસ્તો ચા તેમજ કોફી સાથે ખાવાની પણ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો નાયલોન પૌઆનો ચેવડો.

    સામગ્રી


    એક કિલો નાયલોન પૌવા

    બે કપ સિંગદાણા

    બે કપ દાળીયા

    અડધી ચમચી રાઇ

    બે ચમચી તલ

    10 થી 12 મીઠા લીમડાનાં પાન

    જરૂર મુજબ હળદર

    લાલ મરચું

    આ પણ વાંચો:  નવરાત્રીમાં માં અંબાને પ્રસાદમાં ધરાવો 'બુંદી'

    2 થી 3 લીલાં મરચાં

    મીઠું

    ચાટ મસાલો

    બૂરું ખાંડ

    આમચૂર પાવડર

    તેલ

    કાજુ

    દ્રાક્ષ

    બનાવવાની રીત



    • નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ પૌવાને ચાળણીમાં ચાળી લો જેથી કરીને એમાં કોઇ કચરો હોય તો એ નિકળી જાય.

    • ધીમા ગેસ એક મોટી કડાઇ મુકો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે પૌવાને 7 થી 8 મિનિટ માટે શેકી લો. જો પૌવા કડક ના લાગતા હોય તો તમે થોડા વધારે ટાઇમ માટે શેકી શકો છો.

    • આ શેકેલા પૌવાને એક મોટી પ્લેટમાં લઇ લો અને ઠંડા કરવા માટે મુકો.

    • ત્યારબાદ એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થાય એટલે એમાં સિંગદાણા નાંખો અને ફ્રાય કરી લો.

    • ત્યારબાદ આ તેલમાં કાજુ, દ્રાક્ષને એક સેકેન્ડમાં માટે થવા દો અને પછી પ્લેટમાં લઇ લો.


    આ પણ વાંચો: વઘેલા ભાતને ફેંક્યા વગર આ રીતે ઘરે બનાવો 'ફ્રાઇડ રાઇસ'

    • હવે આ કડાઇમાં મીઠા લીમડાના પાન, દળિયા, લીલા મરચાં અને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.

    • આ બધી સામગ્રી શેકાઇ જાય એટલે છેલ્લે શેકેલા પૌવા એડ કરો અને 5 થી 7 મિનિટ માટે થવા દો.

    • ત્યારબાદ હળદર, લાલ મરચું, મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો.

    • છેલ્લે આ પૌવામાં બૂરું ખાંડ નાંખો અને 2 મિનિટ માટે થવા દો. ઘણાં લોકો બધા મસાલાની સાથે જ બૂરું ખાંડ નાંખી દે છે. જો તમે પણ આવું કરો છો તો પૌવા કડક નહીં થાય અને ટેસ્ટ પણ બદલાઇ જાય છે.  આ માટે ખાંડ હંમેશા છેલ્લે નાંખો.

    • તો તૈયાર છે નાયલોન પૌવાનો ચેવડો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Poha, Recipes

    विज्ञापन
    विज्ञापन