તેમાં રહેલ ઇનોસિટોલ વાળને મજબૂત બનાવશે અને વાળ સિલ્કી બનશે. તેને તમે કંડીશનરની જેમ પણ વાપરી શકો છો. તેને સપ્તાહમાં 1 કે 2 વખત વાપરશો તો તેની અસર ઝડપથી દેખાશે.
અહીં અમે આવી જ ટ્રીટમેન્ટ અંગે જાણકારી આપી છે. જેમાં મેથી અને ચોખા (Fenugreek and Rice)નો ઉપયોગ કરવામાં આવે છે. આ હેર ટોનિકને ઘરે બનાવી શકાય છે. જેનો ઉપયોગ કરવાથી વાળને ઘણા બધા ફાયદા થશે. તો ચાલો મેથી અને ચોખાનું હેર ટોનિક કઈ રીતે બનાવવું તે અંગે જાણકારી મેળવીએ.
Methi & Chawal Hair Tonic: ઘણા લોકો વાળ સંબંધિત સમસ્યાથી પીડાય છે. વાળ તૂટવા, શુષ્ક થવા, ખરવા અને નબળા પડવાની સમસ્યા સમયાંતરે ઉભી થતી હોય છે. આ સમસ્યામાં રાહત મેળવવા લોકો અલગ-અલગ હેર ટ્રીટમેન્ટ (Hair Treatment)નો ઉપયોગ પણ કરે છે. અહીં અમે આવી જ ટ્રીટમેન્ટ અંગે જાણકારી આપી છે. જેમાં મેથી અને ચોખા (Fenugreek and Rice)નો ઉપયોગ કરવામાં આવે છે.
સૌપ્રથમ અડધો કપ ચોખા અને ત્રણ ચમચી મેથી લો. હવે એક ગ્લાસ પાણીમાં ધોયેલી મેથીને આખી રાત પલાળી રાખો. સવારે ચોખા ધોઈ નાંખો. ત્યારબાદ તેમાં એક ગ્લાસ પાણી નાંખી ત્રણથી ચાર કલાક પલાળી રાખો. હવે અલગ અલગ વાસણમાં મેથી અને ચોખાને ગેસ પર ઉકળવા રાખી દો. પાંચ મિનિટ સુધી ઉકાળ્યા બાદ બન્ને વસ્તુને ગાળી પાણી અલગ કરી નાંખો. હવે જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય એટલે બંને પાણીને અલગ વાસણમાં સમાન ભાગે કાઢી, આ મિશ્રણને ચમચીથી સરખી રીતે હલાવી દો. તમારું હેર ટોનિક તૈયાર થઈ ગયું છે.
હેર ટોનિકનો ઉપયોગના દિવસ અથવા ત્રણ-ચાર કલાક પહેલા વાળને શેમ્પુથી ધોઈને વ્યવસ્થિત સુકવી દો. હવે ફિંગર ટિપ્સ અથવા હેર ડ્રાઈ બ્રશની મદદથી આ હેર ટોનિકને માથા અને વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ 10 મિનિટ સુધી મસાજ કરી અડધા કલાક સુધી વાળને તે રીતે જ રહેવા દો અને ત્યારબાદ સાફ પાણીથી વાળને ધોઈ દો.
હેર ટોનિકના ઉપયોગથી થતા લાભ
આ હેર ટોનિકથી વૅલ તૂટવા અને ખરવાની સમસ્યા ઓછી થાય છે અને વાળ મૂળથી મજબૂત બને છે. આ ટોનિકને ઉપયોગથી વાળ શુષ્ક થવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. વાળ ચમકદાર અને સિલ્કી બને છે અને ખોડાની સમસ્યા પણ દૂર થાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞોનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર