જન્માષ્ટમીના પ્રસાદમાં ભગવાનને ધરાવો ઘરે બનાવેલા 'મથુરાના પેંડા'

Bansari Shah | News18 Gujarati
Updated: August 23, 2019, 5:23 PM IST
જન્માષ્ટમીના પ્રસાદમાં ભગવાનને ધરાવો ઘરે બનાવેલા 'મથુરાના પેંડા'

  • Share this:
ચાલો જાણીએ દરેકને ભાવતા 'મથુરાના પેંડા' .. ભગવાનને ભોગમાં ધરાવો 'મથુરાના પેંડા' .... આ સામગ્રીમાંથી 35 નંગ મથુરાના પેંડા બનાવી શકાય છે. તો ચાલો નોંધી લો Recipe...

મથુરાના પેંડા માટેની સામગ્રી :
300 ગ્રામ મોળો માવો

125 ગ્રામ આખી ખાંડ
25 ગ્રામ બૂરું ખાંડ
5 લવિંગઇલાયચીનો પાવડર

મથુરાના પેંડા બનાવવાની રીત :

સૌ પ્રથમ મોળો માવો લઈ તેને હાથથી સહેજ મસળી લો. જો આ માવો ફ્રીઝમાં મુક્યો હોય અને બહુ ઠંડા હોય તો, તેને એકાદ કલાક પહેલા જ ફ્રીઝમાંથી બહાર કાઢી લેવો. ત્યારબાદ તેમાં આખી ખાંડ નાખી હલાવી 10 મિનિટ પછી તેને ગરમ કરવા મૂકી તેને હલાવતા રહેવું. તેમાંથી જ્યારે ઘી છૂટ્ટું પડવા લાગે અને કણી પડવા લાગે તેમજ કોફી કલર થાય એટલે તેમાં લવિંગ અને ઇલાયચી પાવડર ઉમેરી ગેસ બંધ કરી તેમાં થોડીક બૂરું ખાંડ મિક્સ કરી થાળીમાં કાઢી લો. માવો ગરમ કરતી વખતે થોડોક ઢીલો હોય ત્યારે જ ઉતારી લેવો.કોઇક માવો એવો હોય તો ઘી ન છૂટે કે કલર ન આવે. તો પણ ઉતારી લેવું નહિતર ખૂબ કઠણ થઈ જાય છે. આ ગરમ મિશ્રણમાંથી ગોળીઓ વાળી થાળીમાં મુકતા જાવ. તેને ખાંડના બૂરામાં રગદોળી 10 કલાક રાખી બીજા દિવસે પીરસો. તો તૈયાર છે સરસ મજાના સ્વાદિષ્ટ મથુરાના પેંડા..
First published: August 23, 2019, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading