Home /News /lifestyle /સાદી અને વઘારેલી ખીચડીથી હવે કંટાળી ગયા છો તો ઘરે આ નવી ખીચડી ટ્રાય કરો, વજન પણ ઘટશે
સાદી અને વઘારેલી ખીચડીથી હવે કંટાળી ગયા છો તો ઘરે આ નવી ખીચડી ટ્રાય કરો, વજન પણ ઘટશે
પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે.
Makhana khichdi recipe: મખાના ખીચડી ખાવાની બહુ જ મજા આવે છે. સામાન્ય કરતા આ ખીચડી ટેસ્ટમાં મસ્ત લાગે છે. આ ખીચડી હેલ્ધી અને અનેક રીતે પૌષ્ટિક હોય છે. ડોક્ટર્સ પણ મખાના ખાવાની સલાહ આપતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પોષક તત્વોથી ભરપૂર મખાના ખિચડી ખાવાની મજા આવે છે. મખાના ખીચડી તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. મખાના ખીચડી અનેક ગુણોથી ભરપૂર હોય છે.મખાના એક ડ્રાય ફ્રૂટ છે જેમાં ગુણોની ભરમાર હોય છએ. બીમારીઓમાં પણ રોસ્ટેડ મખાના ખાવાની સલાહ આપવામાં આવે છે. મખાના ખીચડી વ્રત દરમિયાન પણ તમે ખાઇ શકો છો. એવું કહેવાય છે કે સાબુદાણાની ખીચડી જગ્યાએ તમે મખાનાની ખીચડી ખાઇ શકો છો. આ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. ફાઇબરથી ભરપૂર મખાના ખીચડી ડાયજેશન માટે સૌથી બેસ્ટ છે. તો જાણી લો ઘરે કેવી રીતે મખાના ખીચડી બનાવશો.
હવે પ્રેશર કુકરમાં અડધી ચમચી ઘી નાંખો અને ઘીમા ગેસે ગરમ કરવા માટે મુકો.
ઘી પીગળી જાય એટલે ગેસની ફ્લેમ મિડીયમ કરી લો.
ત્યારબાદ ઝીણાં સમારેલા બટાકા, લીલા મરચા નાંખો.
હવે પ્રેશર કુકરમાં મખાના નાંખીને મિક્સ કરી લો.
કાળા મરીનો પાવડર અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને મિક્સ કરી લો.
પછી કુકરમાં અડધો કપ પાણી નાંખીને ઢાંકણ લગાવી દો અને 4 થી 5 સીટી વગાડો.
હવે ગેસ બંધ કરી દો અને કુકરમાંથી હવા રિલીઝ એટલે ઢાંકણ ખોલી દો.
આ ખીચડીને એક પ્લેટમાં લઇ લો અને ઉપરથી લીંબુનો રસ નિચોવી લો.
પછી કોથમીરથી ગાર્નિશ કરો.
તો તૈયાર છે મખાના ખીચડી.
આ ખીચડીને તમે કુકરની જગ્યાએ કડાઇમાં પણ બનાવી શકો છો.
આ ખીચડી ખાવામાં બહુ હેલ્ધી હોય છે. આ ખીચડી તમે એક વાર ખાશો તો મોંમા સ્વાદ રહી જશે અને વારંવાર બનાવવાની ઇચ્છા થશે. એક્સપર્ટ અનુસાર આ ખીચડી તમારે બાળકોને પણ અઠવાડિયામાં એક વાર ખવડાવવી જોઇએ. તો તમે પણ મોડુ કર્યા વગર જલદી ઘરે બનાવો આ ખીચડી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર