Home /News /lifestyle /

આ 2 ચીજ મિક્સ કરી ગૅસના ઉપયોગ વગર જ બનાવો ગણેશજી માટે મોદકનો પ્રસાદ

આ 2 ચીજ મિક્સ કરી ગૅસના ઉપયોગ વગર જ બનાવો ગણેશજી માટે મોદકનો પ્રસાદ

    તહેવારો આવતાં જ માર્કેટમાં મીઠાઈની અવનવી વૅરાયટીઓ મળવા લાગે છે. અને તેનો ભાવ પણ જાય આસમાને પહોંચી જાય છે. તેમ છતાં પણ તહેવાર છે એમ જ સમજીને આપણે વધુ પૈસા ખ્ચવા તૈયાર પણ થઈ જઈ છે. પણ આ જ મીઠાઈની શુદ્ધતાની કે ભેળસેળ ન હોવાની કોઈ જ ગૅરંટી નથી હોતી અને પરિણામે બીમાર પડી જવાય છે. તો હવે જ્યારે વાત આવે ભગવાનને ઓગ ધરાવવાની, ત્યારે તો આવી ભેળસેળ ન જ ચલાવી લેવાય.

    ત્યારે ચાલો શીખી લો ઝટપટ અને ગૅસના ઉપયોગ વગર જ બનતી શુદ્ધ મીઠાઈ.. ચાલો શીખી લઈએ, શુદ્ધ કોકોનટ મોદક બનાવવાની રીત

    આ 2 ચીજો મિક્સ કરી ગૅસના ઉપયોગ વગર જ બનાવો ગણેશજી માટે મોદકનો પ્રસાદ

    સામગ્રી:
    1 કપ કંડેન્સ્ડ મિલ્ક
    2 કપ સૂકા કોપરાનું છીણ
    ચપટી ઈલાયચી પાવડર

    બનાવવાની રીત:
    એક બાઉલ લઈ તેમાં સૂકા કાપરાનું છીણ લો. તેમાં જરૂર મુજબ થોડું થોડું કંડેન્સ્ડ મિલ્ક ઉમેરતાં જઈ કણક બાંધી લો. તેમાં ચપટી ઈલાયચી પાવડર મિક્સ કરી લો. આ કણકમાંથી નાના નાના ગોળા બનાવી મોદકનો આકાર આપી લો. તો તમારા ગણેશજીને પ્સાદ ધરાવવા માટેના મોદક તૈયાર છે.

    જો તમારે આ મોદકને વધુ સુંદર બનાવવા હોય તો, તેમાં મનગમતા ફૂડ કલર અને ફ્લેવર માટે એસેન્સ ઉમેરી શકો છો. તેમજ મોદક બનાવી ઉપર મનભાવતા ડ્રાયફ્રૂટ લગાવીને પણ સજાવી શકો છો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક

    આગામી સમાચાર