Recipe : ઘરે બનાવો એકદમ હટકે 'રાઈસ સલાડ', જે તમને રાખશે ફિટ અને હેલ્ધી

News18 Gujarati
Updated: January 29, 2020, 10:55 PM IST
Recipe : ઘરે બનાવો એકદમ હટકે 'રાઈસ સલાડ', જે તમને રાખશે ફિટ અને હેલ્ધી
ફાઈલ તસવીર

ખાવામાં ચોક્કસાઈથી વણજોઈતી બીમારીઓથી દૂર રહી શકાય છે. અને ફિટ અને હેલ્ધી રહેવાય છે. તો આ અહીં રાઈસ સલાડની Recipe આપીશું જે ફિટ અને હેલ્ધી રાખવામાં તમને મદદ કરશે.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ અત્યારની જીવન શૈલી (lifestyle) અને ખાવાની ખરાબ (bad food habits) આદતોના પગલે શરીર ઉપર ખોટી અસર પડે છે. લોકો મોટાપા અને શરીરમાં અનેક પ્રકારની બીમારીઓની ફરિયાદો વધી છે. ત્યારે ખાવામાં ચોક્કસાઈથી વણજોઈતી બીમારીઓથી દૂર રહી શકાય છે. અને ફિટ અને હેલ્ધી (fit and healthy) રહેવાય છે. તો આ અહીં રાઈસ સલાડની (Rice salad) Recipe આપીશું જે ફિટ અને હેલ્ધી રાખવામાં તમને મદદ કરશે.

સામગ્રી
1 બાઉલ ગરમ પાણી નિતારેલા ચોખા

અડધુ સમારેલું લીલુ પીળુ અને લાલ કેપ્સિકમ
અડધુ સમારેલું  ટામેટુ
અડધી ઝીણી સમારેલી કાકડીએક બાઉલ અનાનસ
નાની વાટકી ગાજર
નાની વાટકી સ્પ્રિંગ ઓનિયન
1 ચમચી ચિલી સોસ
2 ચમચી ઓલિવ ઓઇલ
1 ચમચી લીંબુ જ્યુસ
1 ચમચી ચિલી ફ્લેક્સ
મીઠુ સ્વાદ અનુસાર

રીત

  • -રાઇસ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં ગરમ પાણીમાં નીતારેલા ભાત લો

  • હવે તેમાં ટ્રાઇ કલર એટલે કે લીલા પીળા અને લાલ કેપ્સિકમ ઉમેરો

  • તેમાં કાકડી, અનાનસ ગાજર, ટામેટુ અને સ્પ્રિંગ ઓનિયન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો

  • હવે ચિલી સોસમાં ઓલિવ ઓઇલ, લાઇમ જ્યુસ અને મીઠુ ઉમેરો, આ મિશ્રણ રાઇસમાં ઉમેરો

  • હવે આ રાઇસ સલાડને બરાબર મિક્સ કરો.

  • તેની ઉપર સ્વાદ અનુસાર ચિલી ફ્લેક્સ, કોથમીર, કાકડી અને ટામેટા ઉમેરીને ગાર્નિશ કરો

  • પરિવારની સાથે આ હેલ્ધી રાઇસ સલાડનો લુત્ફ ઉઠાવો.


(આ સલાડમાં સિઝન અનુસાર તમે મકાઇનાં દાણા અને વટાણા પણ ઉમેરી શકો છો)
First published: January 29, 2020
વધુ વાંચો
अगली ख़बर