Home /News /lifestyle /

સ્વાદથી ભરપૂર રાજસ્થાની 'હળદરનું શાક' આ રીતે બનાવો ઘરે, ખાતા રહી જશે લોકો

સ્વાદથી ભરપૂર રાજસ્થાની 'હળદરનું શાક' આ રીતે બનાવો ઘરે, ખાતા રહી જશે લોકો

આ રીતે ઘરે બનાવો હળદરનું શાક

haldi sabji recipe: રાજસ્થાની હળદરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે આ પ્રોપર રીતે હળદરનું શાક ઘરે બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. આ શાક શિયાળાની ઠંડીમાં ખાવાની બહુ મજા આવે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રાજસ્થાની જમવાનું અનેક લોકોનું ફેવરિટ હોય છે. રાજસ્થાની ડિશમાં ગળપણ હોતું નથી. મોટાભાગે રાજસ્થાની ડિશમાં ડુંગળી લસણનો ઉપયોગ થતો હોય છે. આમ, જો વાત કરીએ તો રાજસ્થાનમાં કાચી હળદરનું શાક બહુ જ ફેમસ છે. આ શાક સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. હળદરની તાસીર ગરમ હોય છે ત્યારે આ શાક ખાસ કરીને વાતાવરણમાં બદલાવ આવતા અને શિયાળાની ઠંડીમાં ખાવામાં આવતુ હોય છે. હળદર એક એવો મસાલો છે જે દરેક લોકોના રસોડામાં સરળતાથી મળી રહે છે અને જમવાનો સ્વાદ વધારે છે. રાજસ્થાની હળદરનું આ શાક તમે પણ એક વાર ઘરે બનાવો છો તો વારંવાર બનાવવાની ઇચ્છા થાય એવું છે. આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. તો નોંધી લો આ રેસિપી તમે પણ..

    સામગ્રી


    એક વાટકી હળદર

    એક ડુંગળી

    એક કપ વટાણા

    ½ કિલો દહીં

    5 થી 6 કળી લસણની

    એક ટી.સ્પૂન જીરું

    લાલ મરચું

    ધાણાજીરું

    2 થી 3 ઇલાયચી

    2 થી 3 લીલાં મરચાં

    કોથમીર

    આ પણ વાંચો: ડેરી જેવું ઘટ્ટ અને મલાઇદાર 'દહીં' આ રીતે બનાવો

    હિંગ

    મીઠું

    બે ટુકડા તજ

    દેશી ઘી

    બનાવવાની રીત



    • હળદરનું શાક બનાવવા માટે સૌ પ્રથમ હળદરને ધોઇ લો અને પછી એને સમારી લો.

    • ત્યારબાદ ડુંગળીની ઝીણી સમારી લો.

    • હવે એક કડાઇમાં દેશી ઘી ધીમા ગેસે કરવા માટે મુકો.

    • જ્યારે ઘી ગરમ થઇ જાય ત્યારે એમાં હળદર નાંખો અને ફ્રાય કરી લો.

    • ફ્રાય કરેલી હળદરને એક પ્લેટમાં લઇ લો.

    • આ ઘીમાં લીલા વટાણા ફ્રાય કરી લો.

    • આ પ્રોસેસ થઇ જાય પછી મિક્સર બાઉલમાં દહીં નાંખીને એમાં લાલ મરચું અને ધાણાજીરું મિક્સ કરીને અલગ મુકી દો.


    આ પણ વાંચો: નવરાત્રીમાં પ્રસાદીમાં ઘરે જ બનાવો 'કાજુકતરી'

    • બચેલા ઘીને ફરીથી ગરમ કરવા માટે મુકો એને એમાં જીરું, વરિયાળી અને બીજા મસાલા એડ કરો.

    • આ ઘીમાં હવે ડુંગળીને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

    • ડુંગળી ફ્રાય થઇ જાય એટલે એમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા નાંખો અને થોડી વાર માટે થવા દો.

    • પછી દહીંનું મિશ્રણ નાંખીને સતત હલાવતા રહો.

    • દહીંનું મિશ્રણ એડ કર્યા પછી 3 થી 4 મિનિટ માટે થવા દો.

    • ત્યારબાદ ફાય કરેલી હળદર અને વટાણા એડ કરો.

    • થોડી વાર માટે આ બધી વસ્તુઓને થવા દો અને પછી એમાં મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લો.

    • મીઠું એડ કર્યા પછી 10 મિનિટ સુધી આ શાકને થવા દો.

    • હવે ગેસ બંધ કરી લો.

    • તો તૈયાર છે હળદરનું શાક.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Recipes

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन