બાળકોને મનપસંદ ગાર્લિક બ્રેડ ઘરે જ બનાવો, ફટાફટ નોંધી લો Recipes

પ્રતિકાત્મક તસવીર

નાના બાળકોથી લઈને મોટા લોકોને ગાર્લિક બ્રેડનું નામ સાંભળતા જ મોંમાં લાળો પડવા લાગે છે. પરંતુ આપણે બહાર જેવી ગાર્લિક બ્રેડ ઘરે બનાવી શકતા નથી. ત્યારે અમે આપને શીખવીશું ઘરે જ તવા ઉપર જ ગાર્લિક બ્રેડ કેવી રીતે બનાવી.

 • Share this:
  લાઈફસ્ટાઈલ ડેસ્કઃ નાના બાળકોથી લઈને મોટા લોકોને ગાર્લિક બ્રેડનું નામ સાંભળતા જ મોંમાં લાળો પડવા લાગે છે. પરંતુ આપણે બહાર જેવી ગાર્લિક બ્રેડ ઘરે બનાવી શકતા નથી. ત્યારે અમે આપને શીખવીશું ઘરે જ તવા ઉપર જ ગાર્લિક બ્રેડ કેવી રીતે બનાવી. (Recipes)

  સામગ્રી:

  3-4 સ્લાઈસ બ્રેડ
  4 મોટી ચમચી માખણ
  3 મોટી ચમચી ચીઝ
  1 કપ દૂધ
  1 નાની ચમચી ઓરિગેનો
  1 નાની ચમચી ચિલી ફ્લેક્સ
  2 ચમચી લસણની પેસ્ટ
  સ્વાદમુજબ મીઠુ
  કાળા મરીનો પાવડર
  શિમલા મરચુ, ફ્લાવર, ડુંગલી ઝીણી સમારેલી
  1 મોટી ચમચી લોટ
  શેકવા માટે તેલ

  બનાવવાની રીત:
  પહેલા એક પેનમાં  2 ચમચી માખણ નાખો. તે પીગળી જાય એટલે લોટ નાખીને સોનેરી થાય ત્યા સુધી સેકો. ત્યાર બાદ તેમાં શિમલા મરચુ, ફ્લાવર, ડુંગલી ઝીણી સમારેલી નાખી દો. અને બરાબર મીક્સ કરીને તેમાં મીઠુ, કાળા મરી નાખીને 3 મિનિટ સુધી થવા દો અને ગેસ બંધ કરી દો.

  હવે બ્રેડની સ્લાઈસ પર ચમચીથી માખણ, લસણનું પેસ્ટ તૈયાર કરેલુ મિશ્રણ, ચિલી ફ્લેક્સ, કાળા મરી, ઑરેગાનો અને ચીઝને ઉપરથી છાંટી દો.  ત્યારબાદ ધીમા તાપમાં તવા પર તેલ લગાવો અને બ્રેડ સ્લાઈસ મુકો. તેને ઉપરથી 2 મિનિટ માટે ઢાંકીને મુકી દો. 2 મિનિટ પછી પ્લેટમાં ચીઝ ગાર્લિક બ્રેડ કાઢીને સોસ સાથે સર્વ કરો.
  Published by:ankit patel
  First published: