ફણગાવેલા મગમાંથી બનતો ચીઝ મગ પુલાવ, બનાવો પ્રોટીનથી ભરપૂર #Recipe

News18 Gujarati
Updated: August 9, 2019, 12:13 PM IST
ફણગાવેલા મગમાંથી બનતો ચીઝ મગ પુલાવ, બનાવો પ્રોટીનથી ભરપૂર #Recipe
News18 Gujarati
Updated: August 9, 2019, 12:13 PM IST
કહેવાય છે કે શરીરને તંદુરસ્ત રાખવા તેમજ વધારાની ચરબી અને શરીર ઉતારવા માટે પ્રોટીનનું સેવન કરવું જોઈએ. ત્યારે જાણી લો પ્રોટીનથી ભરપૂર પુલાવ બનાવવાની આ ટેસ્ટી Recipe.. બનાવો પ્રોટીનથી ભરપૂર ચીઝ મગ પુલાવ

પ્રોટીનથી ભરપૂર ચીઝ મગ પુલાવ બનાવવા માટેની સામગ્રી:

400 ગ્રામ બાસમતી ચોખા

200 ગ્રામ ફણગાવેલા મગ
200 ગ્રામ પનીર
100 ગ્રામ કેપ્સીકમ
2 ડુંગળી, 1 લીંબુ
25 ગ્રામ દ્રાક્ષ
1 ચમચી ગરમ મસાલો
3 ચમચી કોપરાનું ખમણ
1 ઝૂડી કોથમીર
મીઠું
ઘી
તજ, લવિંગ, એલચી
તમાલપત્ર

પેસ્ટનો મસાલો બનાવવા માટે-
5 લીલાં મરચાં
2 ચમચી આદું
4 કાશ્મીરી મરચાં
1/2 ઝૂડી લીલા ધાણા

ગાર્નિશિંગ માટે
6 કાજુના ઘીમાં તળેલા કટકા
5 તળેલા પાપડના ટૂકડા
2 લીલી ડુંગળી
1 કેપ્સિકમ

ચીઝ મગ પુલાવ બનાવવાની રીત:

સૌ પ્રથન ચોખાને ધોઈને 15-20 મિનિટ પલાળી રાખી તેમાંથી છૂટો ભાત રાંધી લો. પછી તેમાં મીઠું નાંખી હલાવી, થાળીમાં કાઢી ઠંડો પાડી લો. ત્યારબાદ ફણગાવેલા મગને પણ વરાળથી બાફી લો. ત્યારબાદ પેસ્ટનો મસાલો બનાવવાની બધી જ સામગ્રી લઈને તેને મિક્સરમાં પીસી લો.
- ત્યારબાદ લીલાં મરચા ધોઈ તેના બી કાઢી લાંબી પાતળી ચીરી કરી લો. ડુંગળીને પણ લાંબી સમારી ઘીમાં બ્રાઉન કલરની તળી લો. તે જ રીતે પનીરના ટૂકડા કરી ઘીમાં તળી લો. દ્રાક્ષને ઘીમાં ફુલાવી તળી લો. પછી તેમાં ભાત, મગ, મરચાં, પનીરના ટૂકડા, તળેલી ડુંગળી, મીઠું, ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, વાટેલો મસાલો, કોપરાનું ખમણ, લીંબુનો રસ અને કોથમીર નાંખી, હલાવી પ્રી-હીટેડ ઓવનમાં 10 મિનિટ બેક કરી લો. બરાબર સિજાય એટલે બહાર કાઢી લેવો કાજુ, લીલી ડુંગળી, કેપ્સિકમ અને તળેલા પાપડથી ગાર્નિશ કરો. તેની ઉપર ચીઝ ખમણીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...