Health Tips: તીખા તમતમતા ખોરાક કરતા બાફેલા ખોરાકને કરો તમારા ડાયટમાં સામેલ, શરીરને થશે ડબલ ફાયદો

પ્રતિકાત્મક તસવીર

આપણા ખોરાકમાં અમુક તત્વો એવા પણ હોય છે જેને સરળતાથી પચાવી શકાતા નથી. પરંતુ જ્યારે તમે ભોજન સરખી રીતે બાફી લો છો, તો આ તત્વો તમારા શરીરમાં જઇને સરળતાથી પચી જાય છે.

  • Share this:
હેલ્થ ડેલ્થઃ હાલ કોરોના મહામારીની બીજી લહેર (corona second waves) ચાલી રહી છે. ત્યારે લોકો હવે પોતાના ખોરાક અને ડાયટ (Food and Diet) પ્રત્યે વધુ સભાન બન્યા છે. ઘણા લોકો પોતાના ખોરાકમાં વધુ તીખો અને મસાલાઓ વાળો ખોરાક લે છે. જે આગળ તેમના શરીરને નુકસાન (body) પહોંચાડી શકે છે. આમ તો લીલા શાકભાજીના (Green vegetables) સેવનના ઘણા ફાયદા છે.

પરંતુ શું તમે જાણો છો કે અમુક શાકભાજી તેવા પણ છે જેને બાફીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણી ફાયદાઓ થાય છે. કહેવાય છે કે, તેમાં અન્ય વસ્તુઓ કરતા વધુ પોષકતત્વો હોય છે. ઘણા લોકો ઇંડા, ભાત, ચિકન, દાળ અને બટેકાને બાફીને તેનું સેવન કરે છે. જોકે બાફ્યા બાદ તેમાં રહેલા પોષકતત્વો થોડા બદલાઈ જાય છે. હકીકતમાં જ્યારે તમે કોઇ વસ્તુને વધુ બાફી નાંખો છો, ત્યારે તેમાં રહેલા પોષકતત્વો પણ નષ્ટ થઇ જાય છે. તમારે બાફેલા ભોજનમાં તે જોવાનું છે કે તે વધુ ન બફાઇ જાય.

બાફેલો ખોરાક શા માટે છે શ્રેષ્ઠ
આપણા ખોરાકમાં અમુક તત્વો એવા પણ હોય છે જેને સરળતાથી પચાવી શકાતા નથી. પરંતુ જ્યારે તમે ભોજન સરખી રીતે બાફી લો છો, તો આ તત્વો તમારા શરીરમાં જઇને સરળતાથી પચી જાય છે. જ્યારે બાફેલું ભોજન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, ત્વચાને ચમકદાર બનાવે છે, એસિડિટીથી બચાવે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે. આ સિવાય પેટની સમસ્યાઓમાં છુટકારો મળે છે અને વાળનો ગ્રોથ પણ વધારે છે. આ વસ્તુઓ બાફીને ખાવાથી શરીરમાં થશે ચમત્કારિક ફાયદાઓ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

કોર્ન
સામાન્ય રીતે કોર્ન નાનાથી માંડી મોટા આપણને સૌને પસંદ હોય છે. કોર્નમાં ઘણા પોષકતત્વો આવેલા હોય છે. તેમાંથી તમને વિટામીન બી મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. આ સિવાય તેમાં કોપર, આયરન, મેગ્નેશીયમ અને ઝિંક પણ હોય છે. જે ઇમ્યૂનિટીને વધારે છે અને તમને રોગોથી બચાવે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

બ્રોકોલી
આજકાલ લોકો પોતાના ડાયટ તરફ ધ્યાન આપતા હોય તે રીતે બ્રોકોલીને પોતાના ખોરાકમાં સામેલ કરવાનો આગ્રહ રાખે છે. બ્રોકોલીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, વિટામિન કે, આયરન અને પોટેશિયમ હોય છે. સાથે જ તે પ્રોટીનનો પણ ખૂબ સારો સ્ત્રોત છે. બ્રોકોલીનું સેવન તમે સુપ બનાવીને પણ કરી શકો છો.

આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

બટેટા
આપને જણાવી દઇએ કે બાફેલા બટેટામાં કેલેરીની માત્રા ખૂબ ઓછી થઇ જાય છે. સાથે જ તેની અંદર ફેટ પણ ઓછું થઇ જાય છે. તમે ઇચ્છો તો તેમાં ટમેટા, ડુંગળી અને અન્ય વસ્તુઓ નાખી તેનો ચાટ બનાવીને પણ ખાઇ શકો છો.

પ્રોન્સ
પ્રોન્સને સૌથી સારું સી ફૂડ માનવામાં આવે છે. તેની અંદર રહેલા અનેક પોષકતત્વો તમને બિમારીઓથી દૂર રાખશે. તેનું સેવન તમે બાફીને સલાડ અથવા સુપ સાથે કરી શકો છો. પ્રોન્સ શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ લાભદાયક છે.ઇંડા
બાફેલા ઇંડાના સફેદ ભાગમાથી મળતું પ્રોટીન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે કારણ કે, તે બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. ઇંડાને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તેમાં એક ચપટી મરીનો પાઉડર ભેળવીને ખાવાથી સ્વાદ વધુ સારો આવે છે.
First published: