Home /News /lifestyle /ઉત્તરાયણમાં સવારે દેસી ઘીમાં મિક્સ કરો આ વસ્તુ અને ચહેરા પર લગાવો, તરત ગ્લો આવશે, મેક અપ નહીં કરવો પડે

ઉત્તરાયણમાં સવારે દેસી ઘીમાં મિક્સ કરો આ વસ્તુ અને ચહેરા પર લગાવો, તરત ગ્લો આવશે, મેક અપ નહીં કરવો પડે

આ દિવસે લોકો મસ્ત તૈયાર થાય છે.

Makar Sankranti 2023: ઉત્તરાયણના દિવસે દરેક છોકરીઓ ચહેરા પર ગ્લો લાવતી હોય છે. ચહેરા પર ગ્લો લાવવા માટે અનેક છોકરીઓ જાતજાતના બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. આમ, જો તમે આ રીતે દેસી ઘીનો ઉપયોગ કરશો તો તરત જ ફેસ પર ગ્લો આવશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘી માત્ર ખાવાનો સ્વાદ જ નહીં, પરંતુ સ્કિન પર નિખાર લાવવા માટે પણ સૌથી બેસ્ટ છે. ઉત્તરાયણમાં અનેક લોકો સ્કિન પર નિખાર લાવવા માટે જાતજાતના નુસખાઓનો ઉપયોગ કરતા હોય છે. ઉત્તરાયણમાં ફેસ પર નિખાર લાવીને અનેક લોકો પોતાની સ્માર્ટનેસમાં વઘારો કરતા હોય છે. આમ, જો તમે આ દિવસોમાં ઘીનો ઉપયોગ કરો છો તો સ્કિન પર મસ્ત નિખાર આવે છે. જો કે આજનાં આ સમયમાં લોકો હેલ્થને લઇને સજાગ થઇ ગયા છે જેના કારણે તેઓ ઘીને ડાયટમાં એડ કરતા નથી, પરંતુ તમને જણાવી દઇએ કે ઘી સ્કિન માટે સૌથી બેસ્ટ રિઝલ્ટ આપે છે.

    આ પણ વાંચો:ઠંડીમાં વાળ ડલ અને ડ્રાય થઇ ગયા છે?

    ઘીમાં અનેક ગુણો એવા હોય છે જે સ્કિનની અનેક પ્રકારની તકલીફોને દૂર કરવાનું કામ કરે છે. ઘી તમારી સ્કિનને ચમકાદાર, મુલાયમ અને ખૂબસુરત બનાવવામાં મદદ કરે છે. ત્વચા પરની ડ્રાયનેસ પણ ઘીથી દૂર થાય છે. તો જાણો ઉત્તરાયણમાં કેવી રીતે ઘીનો ઉપયોગ કરશો.

    આ રીતે ચહેરા પર ઘી લગાવો


    ઘી અને બેસન


    તમે ઉત્તરાયણના દિવસોમાં ચહેરા પર તરત ગ્લો લાવવા ઇચ્છો છો તો ખાસ કરીને એક બાઉલમાં ઘી લો અને એમાં બેસન મિક્સ કરી લો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આમાં એક ચમચી બેસન, ચપટી હળદર અને ત્રણથી ચાર લીંબુના રસના ટીંપા નાંખીને બરાબર મિક્સ કરી લો.

    આ પણ વાંચો:વાળ માટે વરદાનરૂપ છે આ તેલ

    હવે આ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. 15 મિનિટ પછી ચહેરા પર 2 મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ચહેરો ધોઇ લો. આ પેક તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવાનું કામ કરે છે.


    આ પેકના ફાયદાઓ


    ઘી તમારી સ્કિનને કોમળ બનાવવાનું કામ કરે છે. આ સાથે જ ઘી તમારી સ્કિન પરની કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. ચણાનો લોટ તમારી સ્કિનને ટાઇટ કરવાનું કામ કરે છે. આ સાથે જ ચણાનો લોટ ડેડ સ્કિનને દૂર કરવાનું કામ કરે છે. આ પેક તમે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના એમ બે દિવસ લગાવો છો તો ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે.













     
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Life style, Makar sankranti, Uttarayan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन