Home /News /lifestyle /4 નુસખા: ઉત્તરાયણમાં તડકામાં તમારી સ્કિન કાળી નહીં પડવા દે
4 નુસખા: ઉત્તરાયણમાં તડકામાં તમારી સ્કિન કાળી નહીં પડવા દે
પહેલાં સનસ્ક્રીન લોશન લગાવો.
Makar Sankranti 2023: ઉત્તરાયણમાં આખો દિવસ ધાબામાં રહેવાથી તડકાને કારણે સ્કિનને સૌથી મોટી અસર થાય છે. ઘણાં લોકોને તડકો જરા પણ સહન થતો નથી. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી સ્કિનને કશું જ થશે નહીં અને મસ્ત રહેશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉત્તરાયણને હવે થોડા દિવસોની વાર છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દિવસે દરેક લોકો એમ ઇચ્છતા હોય છે કે હું બીજા કરતા સ્માર્ટ દેખાવું. સ્માર્ટ દેખાવા માટે છોકરીઓ અનેક પ્રકારની બ્યૂટી ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. આમ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના દિવસે આખો દિવસ ધાબામાં રહેવાને કારણે સ્કિન અનેક રીતે ડેમેજ થાય છે. આ કારણે સ્કિન પર કાળી પડવા લાગે છે અને સાથે ચામડી સૂકાઇ પણ જાય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તડકાથી તમારી સ્કિનને કશું જ થશે નહીં અને સાથે ચમકવા લાગશે.
જ્યારે પણ તમે ધાબામાં પતંગ ચગાવવા માટે સવારમાં જાવો ત્યારે ખાસ કરીને એક વાર સનસ્ક્રીન લોશન લગાવી દો. આ લોશન તમારા શરીરના ખુલ્લા ભાગમાં વધારે લગાવો જેથી કરીને તડકાની અસર થાય નહીં.
સનસ્ક્રીન લોશન લગાવવાની પણ એક રીત હોય છે. જ્યારે તમે ધાબામાં પતંગ ચગાવવા જાવો ત્યારે એની 5 થી 7 મિનિટ પહેલાં લગાવી દો, જેથી કરીને એ તમારી સ્કિન પર એબ્ઝોર્બ થતુ જાય. ધણાં લોકો ધાબામાં જઇને સનસ્ક્રીન લોશન લગાવતા હોય છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે બદલવાની જરૂર છે. ખાસ કરીને સનસ્ક્રીન લોશન તડકામાં જતા પહેલાં લગાવો જેથી કરીને સ્કિનને તડકાની અસર થાય નહીં.
ઉત્તરાયણમાં આખો દિવસ પતંગ ચગાવ્યા પછી તમે જ્યારે નીચે ઘરમાં આવો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં તમારા હાથ-પગ અને ફેસને પાણીથી ધોઇ લો. ત્યારબાદ કોઇ સારી કંપનીનું લોશન લગાવી દો. આમ કરવાથી આખા દિવસ તડકામાં રહેલી સ્કિન પર તમને ફરક જોવા મળશે.
રાત્રે ઊંધતી વખતે તમે ચણાનો લોટ અને મુલ્તાની માટીનો ફેસ પેક લગાવો. આ ફેસ પેકથી સ્કિન પરની ડેડ સ્કિન દૂર થાય છે અને સાથે તડકાને કારણે ખરાબ થયેલી સ્કિનનો ટોન પણ સારો થાય છે. આ માટે તમે ચણાનો લોટ અને મુલ્તાની માટીને મિક્સ કરી લો. પછી એમાં ગુલાબજળ નાંખીને મિક્સ કરીને આ પેક ફેસ પર લગાવી દો. આ પેક તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર