Home /News /lifestyle /Makar Sankranti 2023: સિંગ-તલની ચીકી બનાવો ત્યારે આ ખાસ રીતે તલ શેકો, ખાવાની મજા આવશે
Makar Sankranti 2023: સિંગ-તલની ચીકી બનાવો ત્યારે આ ખાસ રીતે તલ શેકો, ખાવાની મજા આવશે
આ ચીકી ખાવામાં હેલ્ધી હોય છે.
Makar Sankranti 2023: ઉત્તરાયણને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકોના ઘરમાં જાતજાતની તૈયારીઓ ચાલી રહી છે. તો આજે અમે તમને સિંગ-તલની ચીકી બનાવવાની રેસિપી જણાવી છે. જો તમે આ રીતે બનાવશો તો મસ્ત બનશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉત્તરાયણને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો પૂરી તૈયારીઓમાં લાગી ગયા છે. આ દિવસોમાં અનેક લોકો જાતજાતની ચીકી ઘરે બનાવે છે. ઉત્તરાયણના દિવસે ધાબામાં જઇને ચીકી તેમજ બીજા નાસ્તા કરવાની મજા કંઇક અલગ જ આવે છે. એમાં પણ ખાસ કરીને બધા ભેગા થઇએ ત્યારે ધાબામાં ખાવાની મજા વધારે આવે છે. આમ, આજે અમે તમને સીંગ-તલની ચીકી બનાવતા શીખવાડીશું. તમે આ પ્રોપર રીતે સીંગ-તલની ચીકી બનાવશો તો ખાવાની મજા આવશે અને ટેસ્ટ મોંમા રહી જશે. તો તમે પણ મોડુ કર્યા વગર આ રીતે ઘરે સીંગ-તલની ચીકી બનાવો અને ખાવાની મજા માણો.
આ જ રીતે તલની પણ સાફ કરી લો જેથી કરીને નાની કાંકરી જેવું આવે નહીં.
હવે એક કડાઇ લો અને એને ધીમા ગેસે ગરમ કરવા માટે મુકો.
આ કડાઇમાં તલને આછા-આછા શેકીને એક પ્લેટમાં લઇ લો.
પછી સિંગને મિક્સરમાં અધકચરી વાટી લો. ધ્યાન રહે કે સિંગનો એકદમ ભુક્કો કરવાનો નથી. સિંગનો ભુક્કો કરશો તો ખાવાની મજા નહીં આવે. તમે સિંગના હાથથી પણ કટકા કરી શકો છો.
એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
ઘી ગરમ થઇ જાય એટલે એમાં ગોળ નાંખો અને પાયો કરી લો.
આ પાયો એકદમ કડક કરવાનો નથી. એકદમ કડક કરશો તો ચીકી કડક અને ચ્યુઇંગમ જેવી થઇ જશે.
ગોળ પીગળી જાય પછી તરત જ સિંગ અને તલ નાંખો અને બરાબર મિક્સ કરી લો. તમે સૂંઠ નાખવા ઇચ્છો છો તો હવે નાંખીને મિક્સ કરી લો.
એક થાળી લો અને એમાં ઘીથી ગ્રીસ કરી લો.
હવે ઉપર આ પાથરી લો અને ચપ્પાની મદદથી કાપા પાડી લો.
તો તૈયાર છે સિંગ-તલની ચીકી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર