Home /News /lifestyle /Makar Sankranti 2023: ઘરે બનાવો ક્રિસ્પી મમરાના લાડુ, આ રીતે પહેલાં મમરા શેકી લો અને પછી ગોળના પાયામાં એડ કરો, બહાર જેવા બનશે

Makar Sankranti 2023: ઘરે બનાવો ક્રિસ્પી મમરાના લાડુ, આ રીતે પહેલાં મમરા શેકી લો અને પછી ગોળના પાયામાં એડ કરો, બહાર જેવા બનશે

ક્રિસ્પી મમરાના લાડુ ખાવાની મજા આવે છે.

Makar Sankranti 2023: ઉત્તરાયણને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારી કરી રહ્યા છે. ઉત્તરાયણમાં ખાસ કરીને એન્જોય કરવાની મજા કંઇક અલગ જ આવે છે. આ તહેવાર એક એવો છે જેમાં ધાબામાં બેસીને ખાવાની પણ મજા આવતી હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો જે તહેવારની રાહ જોઇ રહ્યા છે બસ એને હવે થોડા દિવસોની જ વાર છે. ઉત્તરાયણ દરેક લોકોને ગમતો એક તહેવાર છે. આ તહેવારમાં ધાબામાં પતંગ ચગાવવાની સાથે-સાથે બેસીને ખાવાની મજા આવતી હોય છે. આ તહેવારમાં બધા ધાબામાં ભેગા થતા હોય છે. હાલમાં અનેક ઘરોમાં લોકો જાતજાતની તૈયારીઓ કરી રહ્યા છે. આજે અમે તમને ક્રિસ્પી મમરાના લાડુ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાના લાડુ ઉત્તરાયણમાં મોટાભાગનાં લોકો ઘરે બનાવતા હોય છે. આ લાડુ ધાબામાં બેસીને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. મમરાના લાડુ એ ઉત્તરાયણની ફેમસ વસ્તુ છે. તો નોંધી લો તમે પણ આ રીત અને ઘરે બનાવો મમરાના લાડુ.

    સામગ્રી


    4 કપ મમરા

    એક કપ સમારેલો ગોળ

    આ પણ વાંચો:પહેલાં ડ્રાયફ્રૂટ આ રીતે શેકી લો અને પછી બનાવો ચીકી

    2 મોટી ચમચી ઘી

    બનાવવાની રીત



    • મમરાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન લો અને એમાં ત્રણથી ચાર મિનિટ માટે મમરાને શેકી લો. ઘણાં લોકો મમરાને શેક્યા વગર જ લાડુ બનાવતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ વખતે શેકીને લાડુ બનાવો. શેકીને લાડુ બનાવવાથી સ્મેલ આવે છે અને ક્રિસ્પી થાય છે.


    આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો સિંગ-તલની ચીકી



      • નોનસ્ટિક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે ગોળ ઉમેરો.

      • ગોળ પીગળી જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહો. ગોળને એકદમ લાલ થવા દેવાનો નથી. ગોળ એકદમ લાલ કરશો તો પાયો બહુ કડક થઇ જશે અને ખાવાની મજા નહીં આવે.

      • ગોળ પીગળી જાય એટલે તરત જ શેકેલા મમરા એડ કરી દો અને હલાવી દો.

      • હવે થોડુ મિશ્રણ ઠંડુ પડે એટલે ગોળ લાડુ વાળવા લાગો. તમે મિશ્રણને એકદમ ઠંડુ થવા દેશા તો લાડુ વળશે નહીં અને ખાવાની મજા નહીં આવે. આ માટે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ લાડુ વાળવા લાગો.






    • તો તૈયાર છે ક્રિસ્પી મમરાના લાડુ.

    • આ મમરાના લાડુ ધાબામાં બેસીને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આ લાડુ એખ ખાવામાં ત્યાં જ પેટ ભરાઇ જાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Makar sankranti, Recipes, Uttrayan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन