Home /News /lifestyle /પહેલાં ડ્રાયફ્રૂટ આ રીતે શેકી લો અને પછી બનાવો ચીકી, બહાર કરતા પણ ટેસ્ટમાં મસ્ત બનશે
પહેલાં ડ્રાયફ્રૂટ આ રીતે શેકી લો અને પછી બનાવો ચીકી, બહાર કરતા પણ ટેસ્ટમાં મસ્ત બનશે
આ ચીકી ખાવાથી શરીરમાં તાકાત આવે છે.
Makar Sankranti 2023: ઉત્તરાયણના દિવસે ધાબામાં બેસીને ચીકી તેમજ નાસ્તા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. હવે થોડા દિવસોની વાર છે ત્યાં અનેક લોકો ઘરમાં જાતજાતના નાસ્તાઓ અને ચીકી બનાવી રહ્યા છે. તો તમે પણ ઘરે બનાવો ડ્રાયફ્રૂટ ચીકી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉત્તરાયણને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો ઘરમાં ચીકીથી લઇને નાસ્તાઓની ફૂલ ટુ તૈયારીઓ કરી રહ્યા છે. આમ, જો વાત કરવામાં આવે તો આ તહેવાર એક એવો છે જેમાં ખાસ કરીને ધાબા પર બેસીને ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. આમ, જો તમે આ દિવસોમાં ચીકી બનાવી રહ્યા છો તો ડ્રાયફ્રૂટ ચીકી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ડોક્ટર પણ ડ્રાયફ્રૂટ ખાવાની સલાહ આપતા હોય છે. આ ચીકી તમે ઠંડીમાં રોજ સવારમાં એક ખાઓ છો તો આખા દિવસની એનર્જી રહે છે અને સાથે થાક પણ લાગતો નથી. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ડ્રાયફ્રૂટ ચીકી.
દ્રાક્ષ(ઓપ્શનલ છે, ઘણાં લોકોને દ્રાક્ષ ભાવતી હોતી નથી.)
એક કપ ઝીણો સમારેલો ગોળ
અડઘી ચમચી એલચી પાવડર
અડઘી ચમચી ઘી
બનાવવાની રીત
ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ બધા જ ડ્રાયફ્રૂટને ઝીણાં સમારીને પ્લેટમાં અલગ-અલગ મુકી દો. ઝીણાં સમારવાથી વેલણ સારું ફરી શકશે અને ચીકી ખાવાની પણ મજા આવશે.
એક કડાઇ લો અને એમાં કટ કરેલા બધા જ ડ્રાયફ્રૂટને સમારીને આછા શેકી લો.