Home /News /lifestyle /Boiled eggsના શોખીનો થઈ જાવ સાવધાન, બાફેલા ઈંડા ખાવાથી થઈ શકે આ ખતરનાક સાઈડ ઇફેક્ટ

Boiled eggsના શોખીનો થઈ જાવ સાવધાન, બાફેલા ઈંડા ખાવાથી થઈ શકે આ ખતરનાક સાઈડ ઇફેક્ટ

વધારે પડતા ઈંડા ખાવાથી પણ તકલીફ થઈ શકે છે.

બાફેલા ઇંડા(Boiled eggs)ને પ્રોટીન(Protein)નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. શારીરિક વિકાસ (Physical development) માટે સ્નાયુઓની તાકાત(Muscle strength)માં પ્રોટીન બહોળી ભૂમિકા ભજવે છે. એટલે તેને પ્રોટીનનો રાજા પણ કહેવાય છે.

બાફેલા ઇંડા(Boiled eggs)ને પ્રોટીન(Protein)નો સારો સ્ત્રોત માનવામાં આવે છે. શારીરિક વિકાસ (Physical development) માટે સ્નાયુઓની તાકાત(Muscle strength)માં પ્રોટીન બહોળી ભૂમિકા ભજવે છે. એટલે તેને પ્રોટીનનો રાજા પણ કહેવાય છે. જીમમાં જનારાઓ બાફેલા ઇંડાના ગુણોથી સારી રીતે વાકેફ છે. પરંતુ શું તમે જાણો છો કે આરોગ્યને લાભ પહોંચાડતા બાફેલા ઇંડાની કેટલીક આડઅસરો (side effect of eating boiled eggs)પણ છે!

તાજેતરના એક અહેવાલ મુજબ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ ધરાવતા લોકોએ ઇંડાનો પીળો ભાગ બિલકુલ ન ખાવો જોઈએ. તેમાં ખૂબ કોલેસ્ટ્રોલ હોય છે. જે હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતોના મતે બાફેલા ઇંડા ખાવાથી તમારી તંદુરસ્તીમાં વધુ ફર્ક નથી પડતો એકંદરે, આ આહારમાં તંદુરસ્ત ખોરાક હોય છે, પરંતુ તે તંદુરસ્ત અને સંતુલિત આહાર નથી.

ઇંડામાં સાલ્મોનેલા નામનો જીવાણુ હોય છે

મીડિયા અહેવાલ મુજબ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બાફેલા ઇંડાના ડાયટના કારણે પ્રોસેસ્ડ ફૂડ, બટાકા, મકાઈ, વટાણા અને બીન્સ જેવા શાકભાજી લોકો છોડી દે છે. ઇંડામાં સાલ્મોનેલા નામનો જીવાણુ હોય છે. જે મરઘીમાંથી આવે છે. જો ઇંડાને બરાબર રાંધીને ખાવામાં ન આવે તો બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે છે અને ઘણા રોગોનું કારણ બની શકે છે.

​વજન ઘટવામાં મદદ નથી કરતા બાફેલા ઈંડા

ન્યૂયોર્કના ડાયેટ ન્યુટ્રિશન એક્સપર્ટ એરિન પોલિસ્કીના જણાવ્યા અનુસાર, ડાયેટમાં લોકો નાસ્તામાં ફળો સાથે બે ઇંડા, લંચ અને ડિનરમાં ઇંડા અથવા પ્રોટીન તેમજ સ્ટાર્ચ વગરના શાકભાજીનું સેવન કરે છે. કાર્બોહાઇડ્રેટનું સેવન જેટલું ઓછું હશે, વજન ઘટાડવામાં તેટલી વધુ મદદ મળશે. જો કે, તે લાંબા સમય સુધી ટકાઉ નથી. તે તમારા શરીરને સંતુલિત પોષણ આપતું નથી. પોલિસ્કીએ કહ્યું કે, બાફેલા ઇંડા વાળો આહાર તમને શરૂઆતમાં થોડું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. પરંતુ તમને યોગ્ય પરિણામો મળે તેવું જરૂર નથી.

ઇંડામાં પ્રોટીન હોય છે, પરંતુ વધુ પડતા પ્રોટીનનું સેવન કિડની પર ખરાબ અસર કરે છે. ઇંડામાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને જંતુઓ પણ હોય છે. તેથી તેને સારી રીતે પકવવા મહત્વનું છે

દરરોજ ઈંડા ખાવાથી હૃદયને થાય છે નુકસાન

આરોગ્ય વર્ધક પોષક તત્વોની સાથે ઇંડામાં કોલેસ્ટ્રોલ અને ચરબી પણ હોય છે. જે આપણા લીવર અને હૃદયને નુકસાન પહોંચાડે છે. 2010માં કેનેડિયન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જે લોકો દરરોજ ઇંડા ખાય છે તેમને હૃદયરોગનું જોખમ લગભગ 20 ટકા વધારે હોય છે. પરંતુ જો તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત બેથી ત્રણ ઇંડા ખાઈ ખાવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તે તમારા માટે હાનિકારક નથી

ઇંડા ખાતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખો

-ઇંડા ખાતી વખતે તે યોગ્ય રીતે રાંધવામાં આવ્યા હોય તેની ખાતરી કરો. અધકચરા રાંધેલા ઇંડા પણ તમને નુકસાન પહોંચાડી શકે છે.

- ડાયાબિટીસના દર્દીઓએ ઇંડાનો પીળો ભાગ બિલકુલ ન ખાવો જોઈએ.

- ઇંડાને હાથ લગાવતા પહેલા તમારા હાથને સારી રીતે સાફ કરો

આ પણ વાંચો: કોરોનાથી છુટકારો ક્યારે મળશે? તમારા મનમાં પણ આ સવાલ છે તો અહીં જાણો શું કહે છે વિજ્ઞાનિકો

ઈંડા ખાવાથી થતી આડઅસર

પાચન માટે શરીરને ફાયબર મળે તે જરૂરી છે. અનાજ અને બીન્સમાં હાઈ ફાયબર હોય છે પરંતુ બાફેલા ઇંડામાં ફાયબર નહિવત હોય છે. જેથી જ્યારે લોકો માત્ર બાફેલા ઈંડાનું સેવન કરતા હોય ત્યારે તેમને કબજિયાત થઈ શકે છે.

માત્ર બાફેલા ઈંડા ખાવા હિતાવહ?

યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમય સુધી આ પ્રકારની ડાયટ સારી ગણાય છે. જોકે, રેગ્યુલેર આવી ડાયટ નુકસાન કરી શકે છે. બોયલ એડ ડાયટને ફેડ ડાયટ કહેવાય છે. જેમાં લોકો વજન ઘટાડવા માત્ર ઈંડા, અમુક ફળ અને સ્ટાર્ચ ન હોય તેવા શાક ખાય છે. આવી ડાયટ લાંબા સમય સુધી લેવી હિતાવહ નથી. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ તો તેનાથી દૂર જ રહેવું જોઈએ.
First published:

Tags: Health Tips, Healthy life, હેલ્થ ટિપ્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો