"મહૂડી જેવી સુખડી" ઘરે બનાવવાનું સિક્રેટ

News18 Gujarati
Updated: August 18, 2019, 3:31 PM IST

  • Share this:
સુખડીનું નામ પડે એટલે તરત જ દરેક ગુજરાતીઓને મનમાં મહુડી જવાની ઈચ્છા થઈ જાય. સાચી વાત ને? એ વાતમાં કોઈ જ શંકા નહીં કે શ્રદ્ધાળુઓ મહુડી મહાવીરના દર્શન કરવા જ જાય છે. પણ કેટલાક લોકોને ત્યાં ભગવાન જેટલું જ સુખડીનું આકર્ષણ હોય છે. મહુડીની સુખડી જગપ્રખ્યાત છે. અને અહીંની સુખડી મોઢામાં મુકતા જ પીગળી જાય છે. તો ચાલો શીખી લો એવી જ ટેસ્ટી સુખડી ઘરે બનાવવાનું સિક્રેટ

"મહૂડી જેવી સુખડી" ના બનતી હોય તો આ રહી તેની સિક્રેટ રીત

સુખડી બનાવવા માટેની સામગ્રી :

1 કપ ઘી (થોડુંક થીજેલું)
1 કપ છીણેલો ગોળ
1 કપ ઘઉંનો લોટસુખડી બનાવવાની રીત :

સૌ પ્રથમ એક જાડા વાસણમાં ઘી મૂકો. ઘી પીગળે એટલે તેમાં લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો. લોટ લાલ ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. લોટ શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરી 2થી 5 મિનિટ હલાવતા રહો. ત્યારબાદ સુખડી પાથરવા માટે થાળી લઈ તેને ઘી થી ગ્રીસ કરી આ થાળીમાં સુખડી પાથરો.
થાળીમાં પાથરી ગરમ હોય ત્યારે જ તેના ચોસલા પાડી લો. તો તૈયાર છે 'સુખડી'. આ સુખડીને ગરમા ગરમ ખાવાની પણ ખૂબ મજા આવે છે. તેમજ આ સુખડી ઠંડી પડે એટલે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
-  તમે ઇચ્છો તો તેમાં 2 ટે.સ્પૂન સુંઠ પાવડર ગોળ નાખતી વખતે નાખી શકો છો.
તેમજ તેમાં વરિયાળી અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો.
First published: August 18, 2019
વધુ વાંચો
अगली ख़बर