Home /News /lifestyle /Maha Shivratri 2023: ઉપવાસમાં બનાવો ચટપટી ફરાળી ટિક્કી, નોંધી લો આ સરળ રીત

Maha Shivratri 2023: ઉપવાસમાં બનાવો ચટપટી ફરાળી ટિક્કી, નોંધી લો આ સરળ રીત

આ ટિક્કી ખાવાની મજા આવે છે.

Farali tikki recipe: શિવરાત્રિને હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો ઉપવાસ કરશે. શિવરાત્રિના દિવસે ભોળનાથની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે પણ ઉપવાસ કરો છો તો આ રીતે ઘરે ફરાળી ટિક્કી બનાવો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક ઘરોમાં અને મંદિરોમાં મહાશિવરાત્રિની પૂજાની તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે મોટાભાગનાં લોકો ઉપવાસ કરતા હોય છે. આ વખતે 18 ફેબ્રુઆરીનાં રોજ મહાશિવરાત્રિ છે. આ દિવસે ભગવાના ભોળેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. ભોળેનાથના ભક્ત આ દિવસે પૂજા-અર્ચના કરીને પોતાનો દિવસ પૂરું કરતા હોય છે. શિવલિંગ પર અભિષેક કરીને ભગવાન પાસે મન્નત માંગતા હોય છે. આ દિવસે ઘણાં લોકો વ્રત પણ કરતા હોય છે. આમ, તમે પણ આ દિવસે ઉપવાસ કરો છો તો ફટાફટ ઘરે આ ફરાળી ટિક્કી બનાવો. આ ટિક્કી ખાવાની મજા આવે છે.

સામગ્રી


એક કપ શિંગોડાનો લોટ

બે બાફેલા બટાકા

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો હાર્ટ શેપ પિઝા

સ્વાદાનુંસાર સિંધાલુ મીઠું

કટ કરેલાં લીલા મરચા

ઝીણી સમારેલી કોથમીર

ધાણાજીરું

દેસી ઘી

બનાવવાની રીત



  •  ફરાળી ટિક્કી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં શિંગાડોનો લોટ લો.

  • હવે બાફેલા બટાકા છોલીને મેશ કરી લો.

  • બાફેલા બટાકામાં શિંગોડાનો લોટ મિક્સ કરો.


આ પણ વાંચો:રાજસ્થાની સ્પાઇસી ચટણી ઘરે બનાવવા નોંધી લો આ રીત

  • પછી આમાં કાળા મરીનો પાવડર, ઝીણી સમારેલી કોથમીર, સિંધાલુ મીઠું અને જીરું પાવડર નાંખીને બટાકા અને લોટની પેસ્ટ બનાવી લો.

  • આમાંથી ગોળ-ગોળ ટિક્કી વાળી લો.

  • એક નોન સ્ટિક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

  • ઘી ગરમ થઇ જાય એટલે ટિક્કીઓ તળી લો અને એક પ્લેટમાં લઇ લો.

  • આ ટિક્કીને સોસ તેમજ ચટણી સાથે ખાઓ છો મજ્જા પડી જાય છે.


ટિક્કી તળતી વખતે ખાસ આ ધ્યાન રાખો





    • જ્યારે તમે ટિક્કી તળો ત્યારે ખાસ કરીને ગેસની ફ્લેમ મિડીયમ રાખો. ફાસ્ટ ગેસે ટિક્કી તળશો તો કલર બદલાઇ જશે.

    • કડાઇમાં એક સાથે વધારે ટિક્કી તળવા માટે નાંખશો નહીં. 4 થી 5 ટિક્કી નાખીને તળી લો.

    • આ ટિક્કી તળવા માટે તમારે ચોખ્ખુ તેલ લેવાનું રહેશે.

    • ઉપવાસમાં આ ટિક્કી ખાવા માટે દરેક વસ્તુ ચોખ્ખી લેવી જરૂરી છે.






  • આ ટિક્કીમાં તમે તલ નાંખો છો તો પણ મસ્ત લાગે છે.

  • તમારા ઘરમાં તીખું બધાને વધારે ભાવે છે તો તમે લીલા મરચાનું પ્રમાણ વઘારે લઇ શકો છો.

First published:

Tags: Life Style News, Mahashivratri, Shivratri